વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામેલ થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહર્ષિ અરબિંદોની 1પ0મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં તા. 13 ડિસેમ્બર-ર0રરના રોજ આયોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિડીયો કોન્ફરન્સ સંબોધનમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.
ભારતની સ્વતંત્રતા ચળવળમાં વિચારશીલ નેતૃત્વ અને દેશની આઝાદી માટે અરબિંદોની ભૂમિકાની યાદમાં વડાપ્રધાનની ઉપસ્થિતીમાં આ અવસરે ટપાલ ટિકીટ તેમજ સ્મૃતિ કોઇન સીક્કાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહર્ષિ અરબિંદોની 1પ0મી જન્મ જયંતિ ઉજવણી અંગેની વડાપ્રધાનની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતીના સભ્ય તરીકે આ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પાઠવવામાં આવ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ આ આમંત્રણનો સ્વીકાર કરીને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ સમારોહમાં જોડાયા હતા
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મહર્ષિ શ્રી અરબિંદો 1893થી 1906 એટલે કે 13 વર્ષ જેટલા સમય સુધી ગુજરાતના વડોદરામાં રહ્યા હતા
આ સંદર્ભમાં, રાજ્ય સરકારે પણ અરબિંદોની 1પ0મી જન્મ જયંતિ ઉજવણીના રાજ્યવ્યાપી આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્તરીય સમિતીની રચના કરેલી છે એટલું જ નહિ, રાજ્ય સરકારના યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત વિભાગ દ્વારા આ ઉજવણી અંગેના વિવિધ કાર્યક્રમો જન સહભાગીતાથી હાથ ધરવાનું વિસ્તૃત કાર્ય આયોજન પણ કરવામાં આવ્યુ છે.