ગુરૂવારે વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળશે: આજે રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા શિવ આરાધના
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વેશ્ર્વર ચોક, જાગનાથ મંદીર સામે, ડો. યાજ્ઞીક રોડ ખાતે જાજરમાન ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર-૮ થી ૧૨-૯ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રૅમોનું પણ આયોજન કરાયું છે. દરરોજ સવાર-સાંજ ભગવાન ગણેશજીની આરતી, પુજા, અર્ચના, વૈદિક રીત-રસમો મુજબ થઇ રહી છે. આ ઉત્સવમાં સમાજના દરેક ભાવિકો પોતાના પરિવાર સાથે જોડાઇ દર્શન આરાધનાનો લાભ લઇ રહ્યા છે.
આગામી ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે. જેમાં શહેરના અનેક ભાવિકો જોડાશે વાજતે ગાજતે નીકળનારી આ વિસર્જન યાત્રામાં લોકો ઉમળતા ભેર જોડાઇ ગણપતિ બાપાને વિદાયમાન આપશે. આ ગણપતિ મહોત્સવમાં આજે રાત્રે ૮.૩૦ કલાકે પરેશભાઇ પોપટ, દિપકભાઇ જોષી, તેજસભાઇ શીંશાગીયા, અમી ગોસાઇ, હેમંતભાઇ જોશી દ્વારા શિવ આરાધના કરવામાં આવશે. અગાઉ પણ મહોત્સવ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા, વૃઘ્ધાશ્રમના વડીલોને ભોજન ડાન્સ કોમ્પીટેશન, ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર, બ્લડ ડોનેશન કેમ્પ, શ્રીનાથજીની ઝાંખી, મા-બાપને ભૂલશો નહી નાટક, જેવા વિવિધ સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ગઇકાલે ભવ્ય અન્નકોટ દર્શન તેમજ હાસ્ય સમ્રાટ ધીરુભાઇ સરવૈયાનો હસાયરો યોજાયો હતો. ગણપતિ મહોત્સવ માટે નંદાણી પરિવાર મહેશભાઇ રાજપુત, વલ્લભભાઇ સોરાણી, અલ્પેશભાઇ પટેલ, મહેશભાઇ ચૌહાણ, હિતેષભાઇ બગડાઇ, દિપકભાઇ કારીયા, ભરતભાઇ દોશી, મહેશભાઇ કોટેચા, મેહુલભાઇ કોટેચા, દિનેશભાઇ ભુત સહીતના દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. મહાપ્રસાદના દાતા અલ્લાઉદ્દીનભાઇ, કરીયાણીયા, તથા આશીષ હિંડોચા છે.
સમગ્ર ગણપતિ મહોત્સવ દરમિયાન સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો કેતન સાપરીયા, અનિલ તન્ના, બહાદુરભાઇ કોટીલા, હિતેષ મહેતા, સમીર દોશી, વિપુલ ગોહેલ, શૈલેષ પરમાર, જયેશ જોષી, ચંદ્રસિંહ સોલંકી, સુધીરસિંહ જાડેજા, હિતેષ જેઠવા, વિજય ગોહેલ, હિતેષ કારીયા, હિરેન્દ્ર જાની, રાજુ પટેલ,અમિત માખેચા, રામદેવસિંહ જાડેજા, પરીત રવાણી, રાજુભાઇ નથવાણી, મેહુલ કોટેચા, જગદીશ પરમાર, જતિન માનસતા, અતુલ કોઠારી, ગુલાબસિંહ જાડેજા, પ્રકાશ પુરોહિત, રાજભા પરમાર, ભરત બોદર, ચેતનસિંહ ખવડ, પરેશ ડોડીયા, કુમાર ચૌહાણ, મુકેશ વાઘેલા, સમીર કોઠારી, આશીષ હિન્ડોચા, મુકેશ બારોટ, જીતુ ભરવાડ, નંદો મેવાડા, નવનીત પટેલ, અમીત ચાવડા, યોગેશ સંપટ, રાજદિપસિંહ જાડેજા, દિનેશ ભુત, કિશોરભાઇ ધાધલ, દેવાંગ માંકડ, અલ્લાઉદ્દની કારીયાણીયા, દિલીપસિંહ જાડેજા દર્શન મહેતા, ટીકુભાઇ બારડ, રોહિત સિઘ્ધપુરા, રાકેશ શાહ, રીપલ માધવાણી, ભાવેશ સોની, લાલાભાઇ મીર, કમલ કોઠારી, વિજય ખેરડીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા,નિલેશ રાચ્છ, કલ્પેશ દસાડીયા,ભયકુ રાઠોડ, ગગજી બોળીયા, ગોવિંદ બોળીયા, વિજય સિંધવ, વિરમદેવસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.
સર્વેશ્વર ચોક કા રાજાને ધરાયો ૧૨૧ વાનગીઓનો ભોગ
સર્વેશ્ર્વર ચોક ખાતે બિરાજમાન ગણપતિજીની ભકતો અનેક રીતે આરાધના કરી રહ્યા છે. પુજા-આરતી, ભકિત સંઘ્યા સહિત વિવિધ કાર્યક્રમો થકી ગણપતિજીને અવિરત કૃપા વરસાવવા પ્રાર્થના કરી રહ્યા છે. હવે ગણપતિ મહોત્સવ અંતિમ ચરણમાં હોય શહેરનાં વિવિધ પંડાલોમાં ભગવાનને વિવિધ વાનગીનાં ૫૬ ભોગ ધરાઈ રહ્યા છે. ગઈકાલે સર્વેશ્ર્વર ચોક કા મહારાજાને વિવિધ ૧૨૧ વાનગીઓનો ભોગ ધરાયો હતો. ડ્રાયફ્રુટ, ફ્રુટ, સીંગદાણા, વિવિધ
ફરસાણ, મીઠાઈ વગેરેનો અદભુત અન્નકુટનાં દર્શન ભાવિકોએ કર્યા હતા. વિવિધ દાતાઓનાં સહયોગથી ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો.