આરતીનો લ્હાવો લઈને સમાજ શ્રેષ્ઠીઓ, ઉધોગપતિઓ અને મહાનુભાવોએ ધન્યતા અનુભવી
રાજકોટ શહેરમાં કલબ યુવીની નવરાત્રી મહોત્સવનું છેલ્લા ૧૧ વર્ષથી ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે પરંતુ હાલ કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીને ધ્યાને રાખી સરકારની ગાઈડલાઈન મુજબ લોકહિતને ધ્યાને રાખી કલબ યુવી નવરાત્રી મહોત્સવ આ વર્ષે મોકુફ રાખવામાં આવ્યો હતો પરંતુ મેટોડા સ્થિત એન્જલ પમ્પસ ખાતે આદ્રોજા પરિવારના સહયોગથી આ વર્ષે તા.૧૭ ઓકટો થી ૨૫ ઓકટો. નવરાત્રી દરમિયાન દરરોજ મા ઉમિયાની આરતી પુજા અર્ચના સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલબ યુવીની પરંપરા મુજબ રાસોત્સવના ગ્રાઉન્ડ પર મા ઉમિયાના નયનરમ્ય મંદિરની સ્થાપના કરવામાં આવે છે. રાસોત્સવની શઆત તેમજ પૂર્ણ થયા બાદ ઉમિયા માતાજીની રોજ આરતી પુજા અર્ચના કરવામાં આવે છે. આ પરંપરાને અનુસરી આ વર્ષે પણ તા.૧૭ ઓકટો. થી ૨૫ ઓકટો. નવરાત્રી દરમ્યાન દરરોજ મા ઉમિયાની આરતી પુજા અર્ચના સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજ સાંજે ૭:૩૦ કલાકે સર્વે મિત્રો, પરિવારો, કલબ યુવીના સ્પોન્સર્સ, સમાજ શ્રેષ્ઠીઓ પોતાના ફેમિલી સાથે આ આરતીનો લ્હાવો લીધો હતો. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કલબ યુવી દ્વારા એન્જલ ગ્રુપના આદ્રોજા પરિવારના સહયોગથી માતાજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાના આઠમાં નોરતે નવચંડી યજ્ઞ તથા મહાઆરતી-પુજાનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીમાં કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, ઉધોગપતિઓ તથા સમાજ શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધો હતો. સમગ્ર નવરાત્રી દરમ્યાન એન્જલ ગ્રુપના શિવાલાલભાઈ આદ્રોજા, અશ્ર્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજાએ માતાજીની પુજા અર્ચના સહિતનું સુંદર આયોજન કર્યું હતું.
સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખી સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન મા ઉમિયાની આરતી પુજનના કાર્યક્રમને સફળ બનાવવા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટરો શૈલેષભાઈ માકડીયા, એમ. એમ. પટેલ, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા તથા કાંતીભાઈ ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની કોર કમિટીના પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ ઓગણજા, સંદિપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા તથા ૧૦૮ની ટીમે જહેમત ઉઠાવી હતી તેમ કલબ યુવીના મીડિયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયું છે.