ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની પાટડી ઉદાસી આશ્રમના પૂ. ભાવેશબાપુના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા ‘અબતક’પરિવારનો સંપૂર્ણ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો અને મહાઆરતીનો લાભ લીધો હતો. ‘અબતક’પરિવાર પર હમેંશા બાપાની કૃપા બની રહે તે માટે ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ગણપતિદાદાનું ધામધમૂમથી વિસર્જન કરવામાં આવનાર છે.
Trending
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?