શહેરભરમાં નવરાત્રી મહોત્સવની રંગત જામી ચુકી છે. ઠેર ઠેર પ્રાચીન અર્વાચીન દાંડીયા રાસના આયોજનો થયા છે અને યુવાધન ગરબો રમવા હિલોળે ચડયું છે. આ જ પ્રકારનું સુંદર આયોજન ખોડલધામ નવરાત્રી મહોત્સવ સમીતી દ્વારા વેસ્ટ ઝોનમાં નાના મૌવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે થયું છે. ત્યાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે માઁ ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી આ ઉપરાંત દિવ્યાંગ બાળકો પણ ધર્મોચ્સવમાં જોડાયા હતા. આશરે પ૦૦ ભાવિકો દ્વારા માઁ ખોડલની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ નરેશભાઇ પટેલ ખેલૈયાઓ સાથે રાસ રમ્યા હતા. જેથી રાસ રસિયાઓમાં આનંદ બેવડાયો હતો. રાસોત્સવમાં વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવના કાર્યક્રરો પણ ભાવભેર સામેલ થયા હતા.
Trending
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો