કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ રીતે અસરગ્રસ્ત થયું હોય તો તે છે મહારાષ્ટ્ર. પરંતુ હવે બીજી લહેર અંકુશમાં આવતાં રાજ્ય ફરી તરફ અનલોક તરફ આગળ ધપી રહ્યું છે. મહારાષ્ટ્રની સાથે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. કડક નિયમો હટાવવાની પ્રક્રિયા અર્થતંત્રની ગાડીને ફરી પુરપાટ ઝડપે દોડાવશે. એમાં પણ દેશની આર્થિક ગતિવિધિ અને જીડીપીમાં મહત્વનો ફાળો ભજવી રહેલા દેશની આર્થિક રાજધાની મુંબઈ અનલોક થવાથી અર્થતંત્રને ફરી ધમધમાવવામાં મોટી મદદ મળશે.
જો કે મહારાષ્ટ્રમાં હજું લોકડાઉન ચાલુ રાખવું કે અનલોક કરવું તે મુદે રાજય સરકારમાં જ મતભેદ સામે આવ્યા હતા. રાજયનાં રાહત અને પુન: વસવાટ બાબતોના મંત્રી વિજય ચકેટીવારએ જાહેર કર્યુ હતું કે પાંચ તબકકામાં અનલોક પ્રક્રિયા થશે પણ આ વિધાન પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યાલયે જાહેરાત કરી કે અનલોક અંગે હજું કોઈ નિર્ણય લેવાયો નથી. અને અંતે ફરી સીએમઓ દ્વારા રાજ્યમાં 5 સ્તરે અનલોકની પ્રક્રિયા થશે તેમ જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં અનલોકને લઈને રાજ્ય સરકાર વચ્ચે થયેલા વિવાદ બાદ મુખ્ય સચિવની કચેરીએ અનલોકને લઈને નવા આદેશો જારી કર્યા છે. આ અંતર્ગત રાજ્યને પાંચ સ્તરે અનલોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવા શહેરો જ્યાં સકારાત્મકતા દર 5 ટકાથી ઓછો છે અને ઓક્સિજન બેડ 25 ટકાથી ઓછા ભરેલા છે તે સંપૂર્ણ રીતે અનલોક થશે. જો કે અન્ય દેશમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને મહારાષ્ટ્ર આવતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત જ રખાયો છે.
લેવલ 1માં ઔરંગાબાદ, નાસિક, ભંડારા, બુલધના, નાગપુર, નાંદેડ, નાસિક, થાણે, પરભની, ગોંડિયા, ગડચિરોલી, વર્ધા, વશીમ, ચંદ્રપુર, લાતુર, યાવતમાલ જ્યારે લેવલ 2- મુંબઇ, મુંબઇ પરા, અમરાવતી, હિંગોલી નંદુરબાર, અહેમદનગર તો લેવલ 3 – કોલ્હાપુર, સાંગલી, અકોલા, રત્નાગિરિ ઉસ્માનાબાદ, બીડ, સિંધુદુર્ગ લેવલ 4- પુણે, રાયગનો સમાવેશ કરાયો છે. મુંબઇને લેવલ 3માં સમાવેશ કરાયું છે. કારણ કે મુંબઇનો પોઝિટિવિટી રેટ હાલમાં 5.5 ટકા છે. તેથી, હાલમાં, સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે સમીક્ષા આગામી સપ્તાહે શુક્રવારે ફરી એકવાર કરવામાં આવશે.