મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન: પોલીસ હાઇએલર્ટ પર: પાંચ લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ: એક કોન્સ્ટેબલનું મોત
મરાઠા અનામત આંદોલનને લઈને ચાલી રહેલું આંદોલન મુંબઈ સુધી પહોંચી ગયું છે. બુધવારે મુંબઈમાં બંધ દરમિયાન હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. થાણેના વેગલ એસ્ટેટ વિસ્તારમાં સ્થાનિક બસમાં તોડફોડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ મામલે મંગળવારે આંદોલન દરમિયાન ૫ લોકોએ આત્મ બલિદાનની કોશિશ કરી હતી. જોકે, પોલીસે આ મામલે પાછળ મરાઠા આંદોલનનું કારણ હોવાનું સ્પષ્ટ નથી કર્યું. જ્યારે એક કોન્સ્ટેબલનું હ્રદય બંધ પડી જવાથી મોત થઈ ગયું.
દેવાંગ રંગરી નિવાસી એક ખેડૂત ઔરંગાબાદ ગ્રામીણ વિસ્તારમાં ઝેર પીને જીવ ગુમાવવાની કોશિશ કરી. ખેડૂતનું નામ સોનાવણે (૫૦) હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે તેનું ખેતર પૂલની નજીકમાં હતું જ્યાં આંદોલન ચાલી રહ્યું હતું. જગન્નાથના પરિવારનો દાવો છે કે તેને મરાઠા આંદોલનના કારણે જીવ આપવાની કોશિશ કરી જ્યારે ઔરંગાબાદ એસપી આરતી સિંહે કહ્યું કે હજુ આ વાતની પુષ્ટી નથી થઈ કે આ મામલો આંદોલન સાથે જોડાયેલો છે કે કેમ.
એક અન્ય ખેડૂત જયેન્દ્ર સોનવણે (૨૮)એ શિવના નદી પાસે સ્થિત કૂવામાં કૂદીને જીવ ગુમાવવાની કોશિશ કરી. તેના બન્ને પગમાં ફ્રેક્ચર થયું છે. બીડમાં પોતાની માંગો સાથે મામલતદાર પાસે પહોંચેલા શિષ્ટમંડળના બે સભ્યોએ છત પરથી દૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ના મળી. લાતૂરના શિવાજી ચોક પર એક મરાઠા યુવકે પોતાના પર પેટ્રોલ છાંટીને જીવ ગુમાવવાની કોશિશ કરી.
મરાઠા ક્રાંતિ મોર્ચા સમન્વય સમિતિ દ્વારા બોલાવવામાં આવેલા બંધની અસર મુંબઈમાં જોવા મળી રહી છે. રસ્તા સંપૂર્ણ રીતે ખાલી છે, રિક્ષા પણ નથી ચાલી રહી. મંગળવારે દાદરના રાજર્ષિ શાહુ સભાગૃહમાં મરાઠા ક્રાંતિ મોર્ચાની બેઠકમાં બંધમાં સ્કૂલ-કોલેજો, મેડિકલ સ્ટોર, એમ્બ્યુલન્સ અને મૂળભૂત જરુરિયાતોનો સમાવેશ નહોતો કરાયો.
બુધવારે બંધ દરમિયાન મુંબઈમાં પોલીસ હાઈ એલર્ટ પર છે. મુંબઈ પોલીસ પ્રવક્ત દીપક દેવરાજે કહ્યું કે તમામ પોલીસ સ્ટેશનના કર્મિઓને બુધવારે રસ્તા પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ સ્પેશિયલ બ્રાન્સના લોકો પોતાના સ્તર પર માહિતી મેળવી રહ્યા છે.
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં શામેલ શિવસેનાએ મરાઠા આરક્ષણનું સમર્થન કર્યું છે. મંગળવારે મંત્રાલયમાં ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈએ કહ્યું કે મરાઠા અનામતમાં બહુ મોડું થઈ ગયું છે. કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખવો જોઈએ. જે લોકોએ અનામતનો વાયદો કર્યો હતો, તેમણે આ મુદ્દાના સમાધાન માટે સામે આવવું જોઈએ.