ગયા મહિને, વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવીચની સૂચિ જાહેર કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાંના એક વડા પાવને 13મું સ્થાન મળ્યું હતું ત્યારે ફરી એક વાર ભારતની ફેમસ ડીશ વિશ્વ ફલક પર ચમકી છે.ફૂડ ગાઈડ પ્લેટફોર્મ ‘ટેસ્ટ એટલાસ’ દ્વારા તાજેતરમાં આ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ પાઉંને 11મું સ્થાન મળ્યું છે.
ભારતની ખાણી-પીણીની તો શું વાત કરવી અહીં દરેક શેરીના ખૂણે કંઈક અલગ સ્વાદ દરેક વાનગીમાં ચાખવા મળશે ત્યારે હવે ભારતની ફેમસ મિસળ પાઉં મિસાલ પાવ એ વિશ્વની ટોચની રેટિંગવાળી વેગન વાનગીઓમાંની એક બન્યું છે. વિશ્વના શ્રેષ્ઠ શાકાહારી ખોરાકની યાદીમાં, મિસલ પાવ અને રાજમા ચાવલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મસાલા વડા નામની વાનગીને આ યાદીમાં 27મું સ્થાન મળ્યું છે. ટેસ્ટ એટલાસમાં જણાવવામાં આવ્યું હતું કે આ તમિલનાડુનો નાસ્તો છે જે ત્યાંથી નીકળ્યો છે પરંતુ તેના જેવી બીજી ઘણી વસ્તુઓ મળી આવે છે. વેબસાઈટે કહ્યું, “આ ચા-ટાઈમ નાસ્તો સામાન્ય રીતે ચણા, ડુંગળી, આદુ, કરી પત્તા, વરિયાળી, સૂકા લાલ ગરમ મરચાં, તેલ અને મીઠું વડે બનાવવામાં આવે છે.”
આ લિસ્ટમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભેલ પુરીએ પણ 37માં સ્થાને રહીને ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. ભેલ પુરીને ચાટ આઇટમ તરીકે ગણી શકાય અને તે ડુંગળી, ટામેટાં, બટાકા, સીંગદાણા, સેવ મીઠી અને મસાલેદાર ચટણી સાથે મિશ્રિત ચોખા સાથે બનાવવામાં આવે છે.