મહારાષ્ટ્ર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલી ૫૦ ટકાની મર્યાદાથી ઘણુ દૂર
હાલ મુંબઈની વાત કરવામાં આવે તો ફડનવીસ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે કે, ૧લી ડિસેમ્બરથી મરાઠા લોકોને અનામતનો લાભ મળી શકે છે. પરંતુ વાત સામે એ પણ આવે છે કે, જો અનામત આપવામાં આવશે તો બંધારણીય કટોકટી ઉભી થાશે કેમકે? ૫૦ ટકા અનામત આપવા માટે સાંસદમાં ખરડો પસાર કરવો પડે છે. તો કયાંક એવું પણ લાગી રહ્યું છે કે આ પગલુ જે ફડનવીસ સરકાર લઈ રહ્યા છે, તે ચૂંટણી માટે છેકે લોકોના હિત માટે અને અનામત મળી જાયતો અનામતને કયાં લઈ જાશે, તે એક મુખ્ય પ્રશ્ર્ન ઉદભવીત થઈ રહ્યો છે.
ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતુ કે, તેમની સરકાર આગામી મહિને મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપવાનું વચન આપશે. મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ કલાસ કમિશને રાજયનાં મરાઠા સમુદાયને આરક્ષણની જરૂર છે કે નહિ તે અંગે એક અહેવાલ સુપરત કર્યાના થોડા કલાકો પછી, તેમણે ખાતરી આપી હતી કે તેઓ ૧લી ડિસેમ્બરમાં રોજ ઉજવણી કરવા તૈયાર રહેવું જોઈએ.
અહેવાલ પ્રમાણે રાજયનાં ૩૨ ટકા જેટલા મરાઠા વસ્તીમાં પછાતતાના માપદંડને પૂર્ણ કરવામાં આવે છે. રાજય સરકારે જણાવ્યું હતુ કે અહેવાલનો અભ્યાસ કરવા માટે ૧૫ દિવસનો સમય લાગશે. ત્યારબાદ રાજય વિધાનસભાની શિયાળુ સત્રમાં તે અમલ કરવાની માંગ કરશે.
જો કે મરાઠા કાર્યકરો લાંબા સમય સુધી રાહ જોતા ન હતા. સમુદાયના સભ્ય વિનોદ પાટિલએ જણાવ્યું હતુ કે, ‘ધીરજને ચકાસવાને બદલે સરકારે તુરંત જ અહેવાલ સ્વીકારી લેવો જોઈએ ઓગષ્ટનાં પ્રારંભમાં રાજયનાં ભાગો પર લડતા, હજારો લોકોએ મરાઠા ક્રાંતી મોરચાના અધ્યક્ષ હેઠળ મહારાષ્ટ્રની શેરીઓમાં નોકરીઓ અને શિક્ષણમાં રિઝર્વેશન મેળવવાની માંગ કરી હતી. જયારે પૂણેને ઓરંગાબાદમાં હિંસા જોવા મળી હતી. ત્યારે મુંબઈ અને થાણેમાં બેઠકોમાં દેખાયો હતો. મહારાષ્ટ્રમાં ૫૨ ટકા અનામત હોવા છતા, ફડનવીસે વર્તમાન શ્રેણીમાં મરાઠાને સમાવવાની ના પાડી દીધી હતી. તેના બદલે સમુદાય માટે વધારાના ૧૬ ટકા અનામતની ભલામણ કરવાની શકયતા છે. જે કુલ આંકડો ૬૮ ટકા સુધી પહોચાડવો પડે તેમ છે.
જોકે આ રાજય માટે સુપ્રિમ કોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલી ૫૦ ટકાની મર્યાદાથી ઘણો દૂર છે.નોંધપાત્ર રીતે કોંગ્રેસની ગઠબંધન સરકાર અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૪માં મરાઠા લોકો માટે ૧૬ ટકા અનામત રાખ્યું હતુ માત્ર ઉચ્ચ એટલે વડી અદાલતે તેના પર સ્ટે લાદયો હતો.તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યુંં હતુ કે, અમે અહેવાલ દ્વારા આ ભલામણને આવકારી છીએ કારણ કે અમે અગાઉ કવોટા આપવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર હવે વિલંબ કર્યા વગર તેને પસાર કરશે તેમ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણએ જણાવ્યું હતુ
પરંતુ પ્રશ્ર્ન ત્યાં પણ ઉદભવીત થાય છે કે, ખરા અર્થમાં અનામતનં કોયડુ કઈ રીતે સુલજાવશે ફડનવીશ સરકાર રાજયનાં તમામ રાજકીય પક્ષો માટે શકિતશાળી મરાઠા સમુદાય મહત્વપૂર્ણ વોય બેંક છે. અને બી.જે.પી. આગામી વર્ષે લોકસભાની રાજય વિધાનસભાની ચૂંટણીઓ આગળ તેની સામે લડત આપી શકશે નહિ. ત્યારે કેવી રીતે ફડનવીસ સરકાર ન્યાયતંત્રના આગળનાં પગલા વગર માંગ પૂરી કરે છે.