શિવસેનાની મહત્વાકાંક્ષી ભોજન યોજનાને સાર્થક કરવાની જવાબદારી એનસીપીના મંત્રીના શિરે!
મહારાષ્ટ્રમાં બે માસથી કાર્યરત શિવસેના એનસીપી અને કોંગ્રેસના ગઠ્ઠબંધનથી બનેલી ઉઘ્ધવ ઠાકરુે સરકારે હવે પ્રજાલક્ષી કાર્યક્રમોનો પ્રારંભ કરી દીધો છે. શિવસેનાને તેના ચુંટણી ઢંઢેરામાં ભુખ્ય લોકોને રૂા 10 માં ભરપેટ ભોજન કરાવવાનો વાયદો કર્યો હતો. આ માટે ઉઘ્ધવ સરકારે તાજેતરમાં ‘શિવભોજન’ યોજના શરુ કરવાની જાહેરાત કરી હતી. આગામી પ્રજાસત્તાક પર્વ ર6મી જાન્યુઆરીથી આ પ્રારંભ થનારી શિવસેનાની આ મહત્વકાંક્ષી યોજનાને સાર્થક કરવાની જવાબદારી એલસીપી કવોટાના મંત્રી અને પૂર્વ શિવસૈનિક છગન ભુજબળના શિરે આવી છે.
શિવસેનાની 10 રૂ.માં ભરપેટ ભોજન કરાવવાની મહત્વાકાંક્ષી શિવભોજન યોજના એનસીપીની છગન ભુજબલ બનાવી રહ્યા છે. 26 જાન્યુઆરીથી દરેક જિલ્લાના પ્રભારી મંત્રીઓ દ્વારા આયોજનાનો પ્રારંભ કરવામાં આવશે. શિવ ભોજનનું મોટાભાગનું કામ મહિલા બચત જૂથોને આપવામાં આવશે અને કોઈપણ પ્રકારની ધાંધલધામ કે વિવાદ અટકાવવા માટે મોનિટરિંગ માટે વિશેષ સ સોફટવેર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે.
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી છગન ભુજબલે મંગળવારે શિવભજન યોજના અંગે બેઠક યોજી હતી. બેઠકમાં વિભાગના મુખ્ય સચિવ મહેશ પાઠક, માહિતી અને લોકસંપર્ક જનરલ ડિરેક્ટોરેટના નિયામક અજય અંબેકર અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી ભુજબલે કહ્યું કે શિવ ભોજન કેન્દ્ર ચલાવવાનું કાર્ય મહિલા બચત જૂથોને આપવાની તથા આ કામ કરતી મહિલાઓને વ્યવસાયિક સંસ્થામાંથી તાલીમ આપવાની હિમાયત કરી હતી
શિવ ભોજન કેન્દ્રના નિરીક્ષણ માટે અલગ સોફ્ટવેર સિસ્ટમ વિકસિત કરવામાં આવશે રસોઈ તૈયાર કરવા માટે એક અલગ રસોડું ગોઠવો. ખાદ્ય ચીજો બનાવતી વખતે રસોડામાં કોઈ પ્રદૂષણ ન થાય તે પર વિશેષ ધ્યાન આપવાં ઉપરાંત, સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવા પર ધ્યાન આપવા આ બેઠકમાં મુજબને ભાર મુઠીને જણાવ્યું હતુંકે કર્મચારીઓ ઉપરાંત ખાદ્ય કેન્દ્રોના માલિકોને પણ તાલીમ આપવી જોઈએ. ફિલ્ટરનું પીવાનું પાણી શિવ ભજન કેન્દ્રમાં આપવું જોઈએ. શિવભજન કેન્દ્ર સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ. ત્યાં ખુરશીઓ અને ટેબલો ગોઠવવા જોઈએ. જરૂરિયાત મુજબ રેફ્રિજરેટરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ તબક્કામાં 26 મી જાન્યુઆરીથી રાજ્યમાં 50 થી વધુ સ્થળોએ શિવભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે.તેવો નિર્ણય આ બેઠકમાં કરાયો હતો.