મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે રાતે બે જૂથો વચ્ચે જબરદસ્ત વિવાદ થઇ ગયો. ઘણી દુકાનો અને વાહનોમાં આગ લગાવવામાં આવી. પોલીસને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો. શહેરમાં સેક્શન ૧૪૪ લાગુ કરી દેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દીપક કેસકરના જણાવ્યા પ્રમાણે, આ વિવાદમાં બે લોકોના મોત થઇ ગયા છે. કેસકરે જણાવ્યું કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. કેસકરે કહ્યું કે વોટ્સએપ દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
બબાલ કરનારાઓએ ૪૦ દુકાનોમાં આગ લગાવી દીધી અને ૫૦ ગાડીઓ પણ સળગાવી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદે રીતે લગાવવામાં આવેલી પાણીની પાઇપલાઇન કાપવામાં ભેદભાવને કારણે આ બબાલ થઇ છે. ઘટના પછી ઔરંગાબાદમાં તણાવની પરિસ્થિતિ છે. જૂના શહેરથી શરૂ થયેલી આ બબાલ શહેરના ગાંધીનગર, રાજાબજાર અને શાહગંજ વિસ્તારમાં પણ ફેલાઇ ગઇ.
અસરગ્રસ્ત વિસ્તારોમાં બંને જૂથોના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. દુકાનોમાં આગ લગાવી દીધી, ગાડીઓ ફૂંકી મારી. આ હિંસક તોફાનમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થઇ ગયા છે. વિવાદ પર કાબૂ મેળવવા માટે ઔરંગાબાદના જૂના હિસ્સામાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે અને કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
મોડી રાત્રે બે જૂથો વચ્ચે નળનું કનેકશન તોડવાન લઇ શરૂ થયેલા વિવાદ બાદ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની છે. ત્યારબાદ ઉપજેલા તણાવની વચ્ચે કડક સુરક્ષાનો બંદોબસ્ત કરાયો છે. આ હિંસામાં બે લોકોના મોત થયા છે અને અંદાજે ૩૦ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં ૧૦ પોલીસકર્મી પણ સામેલ છે.
આ ઝડપમાં આસિસ્ટન્ટ કમિશ્નર ગોવર્ધન કોલેકર, ઇન્સપેક્ટ હેમંત કદમ સહિત ૧૦ લોકો ઘાયલ થયા. પરિસ્થિતિને જોતા તણાવગ્રસ્ત વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોલીસના જવાનો સહિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળને તૈનાત કર્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com