અનામતનો લાભ મળે તે માટે તમામ કાનૂની ઔપચારિકતા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાયને અનામત આપવામાં માટેનો વિધયેક વિધાનસભાના બંને ગૃહમાં સર્વાનુમતે પસાર કરી દીધો છે રાજ્ય સરકારે મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં ૧૬% અનામત આપવાની દરખાસ્ત વિધાનસભામાં મૂકી હતી. જેને લઇ બસ ટૂંક સમયમાં કાનૂની ઔપચારિકતાઓ જે બાકી રહી છે તે પૂરી કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે આ મુદ્ે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિશે જણાવ્યું હતું કે તેમને મરાઠા અનામત માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને તેથી જ વિધાયક રજૂ થયું છે અને પસાર કરવામાં આવ્યું છે.

તેઓએ જણાવ્યું હતું કે બાકી રહેતી ઔપચારિકતા માટે તેમનો એટીઆર ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. ફડનવિશ સરકાર મહારાષ્ટ્રમાં ૫ ડિસેમ્બરથી મરાઠા અનામત લાગૂ કરવા માંગે છે જેને લઇ ૫ ડિસેમ્બર પૂર્વે જ તમામ ઔપચારિકતા પૂર્ણ થાય તેવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં પાટીદાર સમાજ અનામત માટે લડત લડી રહ્યું છે પરંતુ વાસ્તવિકતાએ છે કે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજની સંખ્યા ખૂબ જ વધુ છે અને મરાઠા સમુદાય ત્યાં મેજોરીટીમાં વસે છે ત્યારે ગુજરાતમાં પાટીદારો કરતાં ઘણાં બધા અન્ય સમાજો પણ રહે છે. જે અન્વયે હાલ પાટીદારોને અનામત મણવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા ૧૯૯૨માં રાજ્યમાં ૫૦% અનામત આપવાનો નિર્ણય લીધો હતો પરંતુ ભારત દેશમાં તામિલનાડુ અને હરિયાણા જ એવાં બે રાજ્ય છે જ્યાં ૫૭% અનામત આપવામાં આવે છે. જેને લઇ તામિલનાડુ અનામત માટેની અરજી હજી સુધી એપેક્સ કોર્ટમાં પેન્ડીંગ રહેલી છે. કોંગ્રેસ અને એનસીપી દ્વારા ૨૦૧૪માં ઓર્ડીનસ પાસ કરવામાં આવ્યો હતો જેમાં ૧૬% અનામત મરાઠાઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બોમ્બે કોર્ટ દ્વારા પડતો મુકવામાં આવ્યો હતો.

મરાઠાઓને જે અનામત આપવામાં આવ્યું છે તેનાથી મરાઠા લોકોને સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ વધુ લાભ થશે. આ અનામત માત્ર સરકારી નોકરી અને શિક્ષણ માટે જ છે નહીં કે કોઇ ચુંટણી માટે. ૨૦૧૭ના જૂન માસમાં ફડનવિસ સરકારે એમ.જી. ગાયકવાડ કમિશનની રચના કરી હતી જે અનામત માટે નિર્ણય લેવો અને કંઇ રીતે શક્ય બનાવો તે માટે નક્કી કરે. તેઓએ પોતાનો રિપોર્ટ નવેમ્બર ૧૫ના રોજ સરકારને સુપ્રત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.