રાજુલામાં પખવાડીયા પૂર્વે 1.93 લાખની ઘરફોડ ચોરી કરનાર ત્રીપુટી ઝડપાય
સીસીટીવીના આધારે મહારાષ્ટ્રની તસ્કર ગેંગને પોલીસે પકડી પાડી
રાજુલા ટાઉન વિસ્તારના જાફરાબાદ રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જાદવભાઈ ટાંક સવારે પોતાના ઘરને તાળા મારીને ઘરને તાળાં મારી ને ભગુડા માતાજીના દર્શન કરવા ગયેલ અને બીજા દિવસે ઘરે પાછા ફરતા પોતાના ઘરમાં ચોરી થયેલ હોવાનું જાણવા મળે છે
અજાણ્યા આરોપીઓએ તેમના બંધ મકાનમાં તાળા તોડી રૂમના લોખંડના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા રોકડા રૂપિયા 150000 તથા કબાટની તિજોરીમાંથી રાખેલ સોનાનો સેટ બુટી સાથે કીમત 35000 તથા સોનાની વીંટી નંગ એક કિંમત 8000 રૂપિયા તથા ચાંદી ની કડલી કિંમત રૂપિયા 500 મળી કિંમત રૂપિયા એક લાખ 93.500 મુદ્દામાલની ચોરી કરી લઈ ગયેલા હોય આગે વિજયભાઈ જાદવભાઈ ની ફરિયાદ અજાણ્યા આરોપી વિરુદ્ધ નોંધાઈ હતી અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે કરમટા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન મોરી તથા એલસીબી ટીમ દ્વારા રાજુલા શહેરમાં બનવા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી અને શોધી કાઢવા માટે રાજુલા શહેર તથા અમરેલી જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને ઉપર સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ હતા સીસીટીવી ફૂટેજના સતત અભ્યાસ બાદ રાજુલા વિસ્તારમાંથી એક સફેદ રંગની મારુતિ સુઝુકી કંપની આર આઈ ટી ઝેડ મોડલની ટેક્સી પાર્સિંગ ની કાર શંકાસ્પદ રીતે આંટાફેરા મારતી હતી આકારનું પગેરૂ શોધતા અમરેલી જિલ્લા ભાવનગર જિલ્લા અને ગુજરાત રાજ્યના બોર્ડર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ કારના રજિસ્ટ્રેશન નંબર એમ એમ 47 સી 83 36 હોવાનું જણાઈ આવ્યું
એલસીબી ટીમ મહારાષ્ટ્ર જય આરટીઓ નો સંપર્ક કરતા કારના રજિસ્ટ્રેશન નંબર પરથી કારના માલિક સુધી પહોંચવા નો પ્રયત્ન કરેલ પરંતુ આ કાર ગૌરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના નામે રજીસ્ટ્રેશન થયેલ હતી અને આ કંપની બંધ થઈ ગયેલ હોવાનું જાણવા મળે લ આમ છતાં એલસીબી ટીમ દ્વારા માલિક ને શોધી કાઢવાના પ્રયત્નો શરૂ રાખવામાં આવેલ આરટીઓ કચેરી ટેકનિકલ સોર્સ ટોલનાકા સ્થાનિક રહીશોની પૂછપરછ બાદ અંતે ગાડીના મૂળ માલિક સુધી પહોંચી આકારની માહિતી મળી બે મહિલાઓ સહિત કુલ ત્રણ શકદાર અને શોધી કાઢી તેઓની પૂછપરછ કરતા તેમણે રાજુલા ટાઉનમાં ઘરફોડ ચોરી કરી હોવાનું કબુલ કરેલ પોલીસે શાહિદ અબ્દુલ વહાબ શેખ ઉંમર વર્ષ 21 રે થાના મુબ્રા કોસા ઘરની પાડા ઢોલે ચાલ રૂમ નંબર 8 મહારાષ્ટ્ર તમન્ના ઊર્ફ નેહા મઝહર્ સૈયદ ઉંમર 26 રહે દુર્ગા જ્ઞિફમ ફળિીિં ક્ષફલફિ ખીળબફિ થાને મહારાષ્ટ્ર મલ્લિકા મહંમદ સલીમ શેખ ઉંમર વર્ષ 22 રે દૂર્ગા રોડ ફળિીિં ક્ષફલફિ મુંબ્રા થાને મહારાષ્ટ્ર ની રોકડ રૂપિયા 47 હજાર સાતસો ગુન્હો કરવા માટે ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપની શિિં ઝેડ કારના રજિસ્ટ્રેશન નંબર એમ.એચ 47 સી 8336 કિંમત રૂપિયા એક લાખ ળજ્ઞબશહય ાવજ્ઞક્ષય નંગ 3 કિંમત 10500 મળી કુલ 1,58,200 મુદ્દામાલ જપ્ત કરેલ છે પકડાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી કરવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છે આ ગુનાની તપાસ કરનાર પી.આઈ ડી વી પ્રસાદ આરોપીઓને રાજુલા કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડની માગણી કરેલ છે નામદાર કોર્ટ દ્વારા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર થયેલ છે આ કામગીરી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે કરમટા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન મોરી તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે