મરાઠા લોકોને અનામત આપવા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, ૧લી ડિસેમ્બર મરાઠા લોકોએ ઉજવવું જોઈએ. કારણકે વાત સામે આવે છે કે ફડનવીસ સરકાર ૧લી ડિસેમ્બરે મરાઠા લોકો માટે અનામતની ઘોષણા કરે ત્યારે વાત સામે આવી રહી છે કે, ૩૨ ટકા મરાઠા માટે ૧૬ ટકા અનામતને લઈ મહારાષ્ટ્ર સરકારે મંજુરીની મહોર લગાવી છે. પાછલા બે વર્ષમાં અનેક જુથો દ્વારા ૫૭ રેલીઓ યોજી હતી ત્યારે સાંજે મહારાષ્ટ્ર કેબિનેટે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નામની એક અલગ કેટેગરી બનાવીને સમુદાયને આરક્ષણ આપવાનું નકકી કર્યું છે ત્યારે કવોટા કેટલો આપવો તે કેબિનેટની બેઠક પછી નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
મરાઠા મોરચાના સમુદાય માટે ૧૬ ટકા કવોટા માંગે છે ત્યારે ફડનવીસે જણાવ્યું હતું કે, સમિતિ પોતાના કોટાના ટકાને ફાઈનલ કરશે. એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર કોમ્યુનિટીને મોટાભાગે ૧૫ ટકા કવોટા મળશે. કારણકે કમિશને જણાવ્યું હતું કે, મરાઠા, કુનાબી સમુદાય બાદ રાજયની વસ્તીના આશરે ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. કમિશન દ્વારા માત્ર ત્રણ ભલામણો કરવામાં આવી છે જે ઘોષણા સાથે શરૂ થઈ હતી કે મરાઠા સમુદાયને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે રાજય સરકાર અને અર્ધ સરકારી નોકરીઓમાં રજુઆત તરીકે જાહેર કરી શકાય છે અને કચેરીઓ અપુરતી છે.
બીજીબાજુ બંધારણીય જોગવાઈ અનુસાર, સમુદાય સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાહેર કર્યા પછી આરક્ષણનો લાભ લેવા માટે લાયક છે એમ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા નકકી કરાયેલી અનામત માટે ૫૦ ટકા મર્યાદા પાર કરવાની ત્રીજી ભલામણ ચિંતાજનક છે. કમિશને જણાવ્યું હતું કે, મરાઠા સમુદાયને ૫૦ ટકાની મર્યાદાથી આગળ વધારવા માટે રાજય સરકાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનામત માટે લાયક જાહેર કરવામાં આવે છે તે માટે યોગ્ય નિર્ણય લઈ શકે છે તેમ દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું.
રાજય અસાધારણ અને અપવાદરૂપ કિસ્સાઓમાં ૫૦ ટકા અનામત કવોટાથી આગળ જઈ શકે છે ત્યારે વાત કરવામાં આવે ૧લી ડિસેમ્બરે મહારાષ્ટ્ર સરકાર મરાઠા લોકોને અનામતનો લાભ આપશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. પરંતુ વાત કરવામાં આવે તો હાલ અનામતનું કોપડુ ખુબ જ જટીલ છે. જો મહારાષ્ટ્રને અનામત મળશે તો સ્વર્ણ લોકો જે ગુજરાતમાં અનામતની માંગ કરી રહ્યા છે તેનું શું થશે અને શું આ અનામત ચુંટણી આવી રહી છે તે માટે છે કે હકિકતમાં લોકોના ઉથાન માટે છે તે જોવાનું રહ્યું.