ભારતીય સંસ્કૃતિ મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકાર સાથે સંકળાયેલા બધા જ ભાગીદાર પક્ષોની સંસ્કૃતિ છે: મહાત્મા ગાંધી અને છત્રપતિ શિવાજી મહારાજ એમના પ્રેરણાશ્રોત છે: ટ્રમ્પ સંકુચિત રાષ્ટ્રીયતા અપનાવવાનું એમને નહિ પરવડે !
મહારાષ્ટ્રમાં ઉધ્ધવ-રાજનો આરંભ થઈ ચૂકયો છે. શિવસેના, પવાર કોંગ્રેસ અને સોનિયા ગાંધી કોંગ્રેસના ગઠબંધને એમની આ સરકારને ટકાવી રાખવાની બધી જ ગતિવિધિઓ કરી છે. કોમન મિનિમમ પ્રોગ્રામ’ તેમણે રચી કાઢ્યો છે.
અંદર અંદર ગેરસમજૂતીઓની વિટંબણાઓ ન સર્જાય અને એમની વચ્ચે સરકાર તૂટે એવી કોઈ રાજકીય હિતાહિતની તકરાર ન જાગે એવી વ્યૂહ રચના કરી છે.
મહારાષ્ટ્રની અને મુંબઈની ભૌતિક સ્થિતિ ઉપર પણ સરકારના ટકાઉપણાનો આધાર રહેતો હોય છે.
આ સરકારની શાસનપધ્ધતિની અસર આખા રાષ્ટ્રને અને કેન્દ્ર સરકારને સ્પર્શી શકે છે.
આપણા ગાંધીયુગના ઋષિસભા શ્રી વિનોબા ભાવેએ કહ્યું છે કે, હિન્દુસ્તાનમાં અત્યારે જે ગરીબાઈની સમસ્યા છે તે સૌથી મોટી અને આ દેશ માટે કલંકસમી છે. અને આ દેશની પેદાશ વધાર્યા વિના તેનો ઉકેલ નથી. પણ આજે સમાજમાં જે બે ભાગ પડી ગયા છે તે કાયમ રહેશે. તો પેદાશમાં ગમે તેટલો વધારો થવા છતા દેશની ગરીબીના સવાલનો ઉકેલ આવવાનો નથી.
કોઈ પણ દેશની ખરેખરી શકિત તોની પ્રજાકીય એકતા અને અતૂટ સંગઠન જ લેખાય, રૂવે રૂવે એકસંપી પ્રજા જ ગમે તેવી કમજોરીને કદાવર તાકાત અને કૌવતમાં પરિવર્તિત કરી શકે. વાતોનાં વડાથી અને મસલેદાર ભાષણખોરીથી ઘરનાં નળીયા સોનાના નથી થઈ જતા અને દેશને વિશ્ર્વ ગૂરૂ નથી. બનાવી શકતા ! નાના બાળકની આ પ્રાર્થના ચિઠ્ઠીના મુદાઓનો પરમાત્મા એને સંતોષ થાય એવો ઉત્તર આપે એવી પ્રાર્થન કરવામાં જ સમાજનું ભલું થશે !
મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકારમાં બેઠેલા સૌએ મુંબઈ અને મહારાષ્ટ્ર આખાની વર્તમાન પરિસ્થિતિનું સર્વાંગી પરીક્ષણ કરવું જ પડશે અને એની હાલતને તથા મુશ્કેલીઓને દૂર કરવાની સાથે સાથે જ એના ભાવિ જરૂરતોને લગતી યોજનાઓ પણ કરવી પડશે.
મુંબઈ તો આપણા દેશની બીજી રાજધાની છે, અને તે પણ આર્થિક વ્યાપારી-ઔદ્યોગિક મહાનગરસમી છે.
ઉધ્ધવ સરકારે પ્રજાની ઘણીબધી અપેક્ષાઓને સંતોષવી પડે એવો માહોલ છે.
અહીં ભાજપને જ રાજકીય ફટકો પડયો છે તેને ઠીકઠાક કરી લેવા તેના નેતાઓ શામ, દામ, દંડ અને ભેદનો અભિગમ અપનાવીને ‘ગઠબંધન’ના વિધાનસભ્યોને ફોડવાનાં પેંતરા કરશે જ. એ અંગે સરકારે સાવધ રહેવું જ પડશે, અને પેલા બાળકે ભગવાનને લખેલો કાગળ ઉધ્ધવક સરકારને જ લખ્યો હોવાનું માનીને, એવી સામાજીક, આર્થિક, રાજકીય સ્થિતિને સમૂળગી બદલવી જ પડશે. જો શાસનના પહેલા વર્ષમાં જ વિધાનસભ્યોને સંતોષ થાય એ રીતે કામગીરી કરી બતાવશે તો જ સરકારને તોડવાનાને પક્ષાંતરનાં પ્રયાસો સફળ નહિ થાય…
અહી એમ કહેવું જ પડે તેમ છે કે, મહારાષ્ટ્રને સ્થિર સરકાર મળે ! એમાંજ આ દેશનું અને મહારાષ્ટ્રની પ્રજાનું ભલુ લેખાશે !