મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતા ચારના મોત થયા હતા અને એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ફેકટરીમાં ફસાયેલા અંદાજે 50 લોકોને બચાવી લેવાયા છે.
રત્નાગીરી ફાયર બ્રિગેડ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ રત્નાગીરીની કેમિકલ ફેકટરીમાં બોયલરમાં ધડાકા બાદ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનાથી કામકરી રહેલા લોકો ઘવાયા હતા જેમાં ચારના મોત થયા હતા અને એકની હાલત ગંભીર છે. ઘવાયેલાઓને રત્નગીરીની જિલ્લા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 8 ગાડી સ્થળ પર પહોચી જઈ આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
બોઈલર ફાટવાના અવાજ એટલો બધો તીવ્ર હતો કે આસપાસનાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં સંભળાયો હતો. વધુ વિગતો મેળવાઈ રહી છે. તેમ ફાયર બ્રિગેડ વર્તુળોએ જણાવ્યું હતુ.