બીસીસીઆઈ વુમેન્સ સિનિયર ટી.૨૦ ટ્રોફી ટુર્નામેન્ટ
સૌરાષ્ટ્રનું સતત નબળુ પ્રદર્શન અન્ય ટીમોને ૪ પોઈન્ટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ દ્વારા વુમન્સ સીનીયર ટી.૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરીથી સૌરાષ્ટ્ર હારનો સામનો કરવો પડયો છે. મહારાષ્ટ્ર સામેની મેચમાં પ્રથમ બેટીંગમાં સૌરાષ્ટ્રે ૧૦૨ રન કર્યા હતા. જયારે અન્ય મેચોમાં બેંગાલ, દિલ્હી અને મીઝોરમનો જુદા જુદા રાજયો સામે વિજય થતા તેમને ચાર ચાર પોઈન્ટ મળ્યા છે.
સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચેના મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું નકકી કર્યું હતુ અને નિર્ધારીત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાન પર ૧૦૨ રન કર્યા હતા જેમાં રિધ્ધિ રૂપારેલના ૨૩ રન મુખ્ય હતા. જેની સામે મહારાષ્ટ્રે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી વિજય માટેના ૧૦૩ રન કરી લેતા તેનો વિજય અને મહારાષ્ટ્રને આ જીતથી ચાર પોઈન્ટ મળ્યા હતા બેંગાલ અને તમિલનાડુ વચ્ચેના મેચમાં તામિલનાડુએ ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. અને માત્ર ૭૨ રનમાં પુરી ટીમ ૨૦ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી તે સામે બેંગાલે ૧૬.૪ ઓવરમાં વિજય માટેના ૭૩ રન કરી લેતા બેંગાલનો વિજય થયો હતો. અરૂણાચલપ્રદેશ અને મિઝોરમ વચ્ચેના મેચમાં અરૂણાચલ પ્રદેશે ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું નકકી કર્યું હતુ અને ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૦૨ રન કર્યા હતા. જેની સામે મિઝોરમે વિજય મેળવવા માટે ૧૦૩ રન ૧૪.૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે મિઝોરમનો વિજય થયો હતો. અને ચાર પોઈન્ટ મેળવ્યા હતા.