ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા દહાણુના દરિયામાં 40 વિદ્યાર્થીઓને લઇને જઇ રહેલી બોટ પલટી ગઇ.  આ ઘટના દરિયા કિનારાથી 2 નોટિકલ મીલના અંતરે થઈ હતી. કે.એલ પૌંડા સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક કરવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.


ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે 4 બાળકોના મોત થઈ ગયા છે અને 32 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રેસ્કયુ અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે.

અડધો કલાકની જેહમત બાદ બોટમાં સવાર 40 વિદ્યાર્થીઓ પૈકી 32નો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 4 વિદ્યાર્થીના મોત થયાના અહેવાલ છે. તો અન્ય ચારની હજુ શોધખોળ ચાલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.