બીસીસીઆઈ સિનિયર વુમન ટી.૨૦
સિનિયર વુમન ટી.૨૦ ગ્રુપ ઈની ટુર્નામેન્ટ અંતિમ તબકકામાં પહોચી ગઈ છે. ત્યારે ગ્રુપમાં ટોપ પર રહેવા માટે મહારાષ્ટ્ર અને બંગાળ વચ્ચે મેચ રમાયો હતો મહારાષ્ટ્રની અનુજા પાટીલના ૫૫ રનની મદદથી ૨૦ ઓવરમા ૪ વિકેટ ગુમાવી ૧૦૭ રન કર્યા હતા. જેની સામે બંગાળની ટીમે જીતનો લક્ષ્યાંક ૧૯.૫ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી પૂરો કરી ગ્રુપમાં ૧૨ પોઈન્ટ સાથે ટોપ પર રહી છે.
સૌરાષ્ટ્રની ટીમે છઠ્ઠી લીગ મેચમાં પણ તામિલનાડુ સામે પરાજયનો સામનો કરવો પડયો છે. સૌરાષ્ટ્રની રીના ડાભીએ ૩ વિકેટ મેળવી હતી અને ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાન પર ૯૭ રન કર્યા હતા. નેહા ચાવડાએ ૧૯ બોલમાં ૨૮ રન તથા પૂજા નિમાવતે ૨૮ રન કર્યા હતા. જેની સામે તમિલનાડુએ ૯૯ રન કરી મેચ જીતી હતી.
જયારે મિઝોરમ સામે ગોવાનો ૯ વિકેટે વિજય થયો હતો. તો બીજી તરફ અણાચલ પ્રદેશ સામે દિલ્હીએ ૯ વિકેટે જીત મેળવી છે.
મહત્વનું છે કે આવતીકાલે આ ટુર્નામેન્ટનો અંતિમ રાઉન્ડ રમાશે ગ્રુપ ઈની ૮ ટીમો વચ્ચે અંતિમ લીગ મેચ રમાશે જોકે બંગાળ અને મહારાષ્ટ્ર નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી ચૂકયા છે.