રાજસ્થાન ત્રીજું એવું બીજેપી શાસિત રાજય બની ગયું જેણે કિશાનો પરનું ઋણ માફ કરી દીધું હોય
મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશ બાદ રાજસ્થાને પણ ખેડુતોનું દેવું માફ કર્યું છે. આ સ્થાને રાજસ્થાન ત્રીજું એવું બીજેપી શાસિત રાજય બની ગયું છે. જેણે કિશાનો પરનું ઋણ માફ કરી દીધું હોય. રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશમાં પણ બીજેપીનું રાજ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે કેન્દ્રમાં બીજેપીની સરકાર છે એટલે દેશના તમામ બીજેપી શાસિત રાજયોના ખેડુતોને દેવા માફીની યોજનાનો લાભ ઝડપથી મળી રહ્યો છે. સૌપ્રથમ મહારાષ્ટ્ર ત્યારબાદ ઉતર પ્રદેશ અને હવે રાજસ્થાનના ખેડુતોને કેન્દ્રએ બનાવેલી કિશાનલક્ષી યોજના એટલે કે દેવા માફીનો લાભ મળી રહ્યો છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ બીજેપીનું શાસન ચાલી રહ્યું છે. ઉપરાંત અહીં વિધાનસભાની આગામી ચુંટણીનું પણ બ્યુગલ ફુંકાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં પણ ખેડુતોનું દેવુ માફ કરવાની માંગ થઈ શકે છે અને તે પૂર્ણ પણ થઈ શકે છે. બીજેપી કિશાન મતદારોને રીઝવવા કોઈ જ કસર નહીં રાખે ટુંકમા, ચુંટણી ઢુકડી છે એટલે ગુજરાતના ખેડૂતોને લાભ મળી શકે છે.
ભાજપની નેતાગીરીવાળી રાજસ્થાન સરકારે ખેડુત દીઠ રૂપિયા ૫૦,૦૦૦ની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. આથી રાજસ્થાનની વસુંધરા રાજે સરકાર પર આશરે રૂપિયા ૨૦,૦૦૦ કરોડનો વધારાનો આર્થિક બોજ થશે. આ સિવાય ૬૦ વર્ષથી વધુ વયના ધરાવતા દરેક ખેડુતોને દર મહિને ઓછામાં ઓછુ રૂપિયા ૨૦૦૦ પેન્શન તરીકે આપવાની માગ રાષ્ટ્રીય કિશાન મહાસભાએ કરી છે. આ મામલો હજુ વિચારાધીન છે.