મહારાષ્ટ્રના ખંડાલા ગામ પાસે આજે વહેલી સવારે એક ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ એક્સિડન્ટમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણએ ટ્રક કર્ણાટકથી પુણે તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત બન્યો છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રકમાં બધા જ મજૂર વર્ગ હતો.
માનવામાં આવે છે કે, આ ઘટના વહેલી સવારે 6 વાગે ખંબાટકી બોગદા પાસે થઈ છે. એક મિની ટ્રકમાં મજૂરો એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઓદ્યોગિક વિકાસ નિગમ) તરફ જઈ રહ્યા હતા.
ઓવરલોડ હોવાના કારણે ટ્રેક ગુમાવ્યું નિયંત્રણ
ખંડાલા પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં કંસ્ટ્રક્શનનો સામાન હતો. ટ્રક ઓવરલોડ હોવાના કારણે અનિયંત્રિત થઈ ગઈ હતી.ખંડાલા પાસે પુણે-સતારા હાઈવે પર મિની ટ્રક અને બેરિયરનો અકસ્માત થઈ ગયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com