મહારાણા પ્રતાપનો શાસન કાળથી લઈ ધર્મ સુધીનો ઇતિહાસ…
શાસન કાળ | ૧૫૬૮-૧૫૯૭ |
જન્મ | મે ૯, ૧૫૪૦ |
જન્મ સ્થળ | કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન |
અવસાન | જાન્યુઆરી ૨૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ) |
પૂર્વગામી | મહારાણા ઉદય સિંહ (બીજા) |
વંશ/ખાનદાન | સૂર્યવંશી,રાજપુત |
પિતા | મહારાણા ઉદય સિંહ (બીજા) |
માતા | મહારાણી જીવંત બાઈ |
સંતાન | ૩ પુત્રો અને ૨ પુત્રીઓ |
ધર્મ | હિન્દુ |
મહારાણા પ્રતાપનો ઇતિહાસ..
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.
મહારાણા પ્રતાપનો અશ્વવર્ણી ઘોડો ચેતક…
ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.
હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ અાધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને અા તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર અાક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું અાધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ અેટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ.
બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને અામ મહારાણા લાંબાગાળા ના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને અા સમય મેવાડ માટે અેક સુવણૅ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા અા ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય ની સુખ-સાધના માં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ અે તેમની નવી રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું.
મહારાણા પ્રતાપ ના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા
અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની આ લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. એક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે એક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.
‘ પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવાવીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ…
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com