શિક્ષણ અને રમત ક્ષેત્રે સિઘ્ધિ મેળવનાર રત્નોને સન્માનીત કરાયા: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા હેમગઢવી હોલ ખાતે ૧૪મી સ્કીલ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત શંકરસિંહ વાઘેલા અને ચારણસંત પાબુભગતજીના આમંત્રણને માન આપી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદયુમનસિંહ જાડેજા, અશોકસિંહ પરમાર અને બ્રિગેડીયર અજીતસિંહ શેખાવત મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહ્યા હતા.
શિક્ષણક્ષેત્ર, રમતક્ષેત્રે ઉજજવળ દેખાવ કરનાર રત્નોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ આઝાદીથી અત્યાર સુધી જે ક્ષત્રીયો શહીદો પામ્યા છે તેમના પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
હાલ હરિફાઇના જમાનામાં ગર્વમેન્ટ પરીક્ષાઓમાં કેવી રીતે ઉજજવળ દેખાવ કરવો તેની પકૃતિ અને જ્ઞાન ઉ૫સ્થિત વિઘાર્થીઓને આપવામાં આવ્યું હતુ.
સંસ્થાનના પ્રમુખ યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એકલીંગજી દાદાની કૃપાથી મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી સ્કીલ એવોર્ડ સેરેમની થાય છે. જેમાં અમે એજયુકેશન ફિલ્ડ ટચ નથી કરતાં પણ તેના સિવાય એન.સી.સી. સી-સર્ટિફીકેટ એ ગ્રેડ બી-ગ્રેડ બે્રવરી એવોર્ડ, સ્પોર્ટસ અને અધર એયીવમેન્ટ માટે જે ક્ષત્રીય સમાજના દિકરા દિકરીઓ હોય જેને સિઘ્ધી અને સ્કીલ હાંસલ કરી હોય એના સન્માનનો કાર્યક્રમ પ્રતિવર્ષ રાજયકક્ષાનો કાર્યક્રમ થાય છે. સમાજના સમજવાના નાતે હું સંસ્થાનો પ્રમુખ ડો. યોગીરાજસિંહ જી. જાડેજા (જાબીડા) હોઇ શકું, પણ આ સંસ્થાના રણી ઘણી તો એકલીંગજી દાદા છે. છેલ્લા ૧૪ વર્ષથી પુરા ભારત વર્ષ નો આ અડિત્ય કાર્યક્રમ છે. એમાં પણ આ વર્ષે જે આઝાદીથી અત્યાર સુધી ક્ષત્રીય સમાજના જે શહીદો થયા છે એ શહિદોની વીરાંજલી પણ આમા સંમેલીત છે. તેમના પરિવારોનું પણ આ કાર્યક્રમમાં યશ કિર્તિ સાથે સન્માન થવાનું છે.