પડતર પ્રશ્નોના ઉકેલ અંગે
રેસકોર્સ ખાતે સભા બાદ રેલી રૂપે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો રાજકોટ શહેર/ જિલ્લો અને જિલ્લાના કર્મચારીઓની મહારેલીના આયોજન અંગે ની મીટીંગ બહુમાળી ભવન ખાતેની કેન્ટીનમા મીટીંગ યોજાઈ ગઇ જેમાં આવતી કાલેના કાર્યક્રમ અંગેની રૂપરેખા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા દ્વારા રાજકોટ ઝોન ખાતે કુલ – 7 જિલ્લાઓના (રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, તથા કચ્છ) તમામ કર્મચારીઓ તા.11ને રવિવાર બપોરના 15:00 કલાક થી 18:00 કલાક દરમ્યાન રાજકોટ ખાતે પગપાળા રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં તમામ વિભાગોના તમામ સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવનાર છે. જેમાં આશરે 18000 સરકારી કર્મચારીઓ જોડાવવાના છે.
રેસકોર્ષ ખાતે ના લોકમેળા ગ્રાઉન્ડમાં આવેલ કવિશ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતે સભા યોજાશે. બાદ ચાલીને એરપોર્ટ તરફના ગેઈટ થી કિશાનપરા ચોક થી જિલ્લા પંચાયત ચોક થી બહુમાળી ભવન ચોકથી શારદાબાગ થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદન આપવામાં આવશે આ રેલીમાં સરકારના નિયમોનું પાલન કરવામાં આવશે. ગુજરાત રાજય કર્મચારી મહામંડળ રાજકોટના પ્રમુખ ક્રિપાલસિંહ એલ જાડેજા અને મહામંત્રી દિનેશભાઈ એસ સદાદિયાની યાદી માં જણાવવામાં આવ્યું છે.