કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈ રકતદાન કરે તેવા ઉમદા આશય સાથે પરિવાર અને મિત્ર વર્તુળોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત
સ્વ. મનિષભાઈ રૂપારેલીયાની ચોથી પૂણ્યતિથિએ શાંતુભાઈ રૂપારેલીયાના ભગવતી ઓટોલીંક પ્રા.લી. જૂનાગઢ ટાટા શો રૂમ ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરેલ છે. આ સમગ્ર રકતદાન મહાઅભિયાનમાં શનિવારે સવારે ૧૦ થી સાંજે ૬ દરમિયાન આવતા સર્વ રકતદાતા માટે શુભેચ્છા ભેટ તથા રકતદાતાઓ તથા મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મહત્વનું છે કે પ્રથમ પૂણ્યતિથિ નિમિતે પહેલો બ્લડ ડોનેશન કાર્યક્રમ મનીષભાઈના નિવાસ સ્થાન પર કરેલ તેમાં ૭૭૮ બોટલ રકતદાન એકત્ર કરી અને સમાજને જુદી જુદી બ્લડ બેંકમા અર્પણ કરેલ હતુ. અને સાથોસાથ ૧૦૦૦થી વધુ લોકોના થેલેસેમીયા ટેસ્ટ તથા જનરલ ચેકઅપ ફ્રીમાં કરી આપવામાં આવેલ હતુ. બીજી પૂણ્યતિથિ નિમિતે અમો એ રકતદાન કેમ્પનો કાર્યક્રમ કરેલ તેમાં ૩૭૬ યુનિટ થયેલ અને જૂનાગઢ જિલ્લાનો સવથી મોટો વિક્રમ રેકોર્ડ કરેલ હતો તેમજ ત્રીજી પૂણ્યતિથિ નિમિતે આશરે ૪૭૫ યુનિટ રકતદાન એકત્રીત થયેલ હતી તેમજ આ વર્ષે પણ રૂપારેલીયા પરિવાર તથા મિત્રવર્તુળ તથા ભગવતી ઓટોલીંક પરિવાર જૂનાગઢ ચોથી પૂણ્યતિથિ નિમિતે ગત વર્ષ કરતા પણ વધુમાં વધુ રકતદાન થાય તેવા સંકલ્પ કરેલ છે. આ તકે મિત્ર વર્તુળ અને પરિવારે અબતકની મુલાકાત લીધી.
આ વર્ષે પણ સૌ મિત્રો તથા ભગવતી ઓટોલીંક પ્રા.લી.ના પરિવાર તથા જૂનાગઢના અગ્રણી વેપારી તથા સીવીલ હોસ્પિટલના અગ્રણીઓના આગ્રહથી આ વર્ષે પણ રકતદાન શિબિરનું આયોજન ભગવતી ઓટોલીંક પ્રા.લી. ટાટા શો રૂમ રાજકોટ હાઈવે દોલતપરા, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે.