સાંસદ રામભાઈ મોકરીયાએ પ્રથમ દિવસે વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
રાજકોટ ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ સતત બારમા વર્ષે ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ભવ્ય જાજરમાન રાજકોટ કા મહારાજાનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે રાજકોટ કા મહારાજાની ભવ્ય તેજોમય મૂર્તિની સ્થાપના કરવામા આવી હતી.
ભૂદેવ સેવા સમિતિના સભ્યો પરિવાર, ભકતજનો સાથે શાસ્ત્રી ગોપાલભાઈ જાની દ્વારા ભાવભર્યું વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના, અબીલ ગુલાલ સામૈયા સાથે સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં ગણપતિ બાપા મૌર્યાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું અને દુંદાળા દેવની ભાવ સાથે સ્થાપના કરવામાં આવી હતી.
પ્રથમ દિવસની બપોરની મહાઆરતી ભાવ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી . રાજકોટ કા મહારાજા ’ ગણેજીની મહાઆરતીમાં બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ તથા રામભાઈ મોકરીયા સાંસદ ગણેશજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા .
નાયબ મામલતદાર મૌલિકભાઈ ઉપાધ્યાય, જર્નાદનભાઈ આચાર્ય , કમલેશભાઈ જોષીપુરા , જે.પી. ત્રિવેદી દાદા , પરાગભાઈ ભટ્ટ , રાજુભાઈ દવે , મહેન્દ્રભાઈ રાવલ , મહેશભાઈ આચાર્ય , હર્ષદભાઈ વ્યાસ , લલીતભાઈ રાવલ , હરેશભાઈ ભટ્ટ , ધર્મેશભાઈ પંડયા , મહેશભાઈ ત્રિવેદી , સુરેશભાઈ રાવલ તથા મોરબી વાંકાનેર મહેન્દ્રભાઈ રાવલ , રાજુભાઈ દવે , વિમલભાઈ જાની , પરાગભાઈ ભટ્ટ , હરેશભાઈ ભટ્ટ , કીર્તીભાઈ રાવલ રક્ષાબેન અનિલભાઈ ત્રિવેદી , પલ્લવીબેન શીરીષકુમાર વ્યાસ , કીર્તીબેન ભરતભાઈ દવે , નુતનબેન રાજેન્દ્રભાઈ જોષી , ધારાબેન વિશાલભાઈ જોષી , મેઘાબેન વિરલભાઈ જોષી , કાજલબેન ચિરાગભાઈ ઠાકર , કુંજલબેન શશીકાંતભાઈ પુરોહીત , પ્રિયંકાબેન જયભાઈ પુરોહીત , નેહલબેન તેજશભાઈ ત્રિવેદી , નિશાબેન વિશાલભાઈ આહ્યા , ડો . હેમલ પંકજભાઈ ગોંડલીયા , ડો . રશ્મિ ગોવિંદભાઈ સાવલીયા , ઈલાબેન પરાગભાઈ મહેતા , જીલ પરાગભાઈ મહેતા , નેહા પ્રશાંતભાઈ પાઠક , જીજ્ઞાબેન એન . ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવને સફળ બનાવવા તેજસ ત્રિવેદી વિશાલ આહ્યા , નિશાંત રાવલ , દિલીપભાઈ જાની , માનવ વ્યાસ , વિશાલ ઉપાધ્યાય , મોહીત વ્યાસ , નિરજ ભટ્ટ , મીત ભટ્ટ , અર્જુન શુકલા , વિવેક જોષી , મનન ત્રિવેદી , પ્રશાંત ઓઝા , પુજન પંડયા , જય જોષી , રાજ દવે , જય પુરોહીત , પ્રશાંત ઠાકર વગેરે એ જહેમત ઉઠાવી હતી .