Kajol Upcoming Film: ‘સિંઘમ અગેન’ એક્ટર અજય દેવગને પત્ની-અભિનેત્રી કાજોલની નવી ફિલ્મ ‘મહારાગ્નિ – ક્વીન ઑફ ક્વીન્સ’નું જબરદસ્ત ટીઝર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેમાં અભિનેત્રીનું અત્યંત ખતરનાક લુકમાં જોવા મળે છે. ટીઝરમાં અભિનેત્રી એક્શન મોડમાં જોવા મળી રહી છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગન હાલમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિંઘમ અગેન’ માટે ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ તેની પત્ની અને અભિનેત્રી કાજોલની આગામી ફિલ્મ ‘મહારાગ્નિ – ક્વીન ઓફ ક્વીન્સ’નું એક શક્તિશાળી ટીઝર તેના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે, જેમાં કાજોલ સંપૂર્ણપણે અલગ અંદાજમાં જોવા મળે છે. આટલું જ નહીં ટીઝરમાં કાજોલના ચહેરા પરનો ગુસ્સો અને એક્શન મોડે ચાહકોને ચોંકાવી દીધા છે.

‘મહારાગ્નિ – ક્વીન ઓફ ક્વીન્સ’નું પાવરફુલ ટીઝર જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાજોલ ટૂંક સમયમાં જ કંઈક નવું અને જબરદસ્ત કન્ટેન્ટ લાવવા જઈ રહી છે, જેને લઈને તેના ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ ટીઝર શેર કરતી વખતે અજય દેવગણે કેપ્શનમાં લખ્યું, ‘આલી રે આલી… મહારાગ્નિ આલી @kajol’. ટીઝરમાં કાજોલનો એક્શન મોડ જોઈ શકાય છે, જે પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતાનો અંદાજ તેમની કોમેંટો પરથી લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

કાજોલની ‘મહારાગ્નિ- ક્વીન ઓફ ક્વીન’

કાજોલની આ આગામી ફિલ્મનું ટીઝર પ્રભુ દેવાથી શરૂ થાય છે, જે ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. તે પછી ટીઝરમાં તેલુગુ અભિનેત્રી સંયુક્તા મેનન કારનો પીછો કરતા દ્રશ્યમાં જોવા મળે છે અને અંતે તેના ચહેરા પર ગુસ્સો અને તેની આંખોમાં અંગારા સાથે કાજોલની જબરદસ્ત એન્ટ્રી થાય છે. આને જોયા પછી કોઈપણના ઉભા થઇ જશે. ટીઝરમાં કાજોલ રેડ કલરના સૂટમાં ફાઈટ સીન કરતી જોવા મળે છે, જેમાં તેના હાથમાં તલવાર પણ જોવા મળે છે અને પાછળ મા દુર્ગાની મૂર્તિ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)

કાજોલની ટક્કર પ્રભુ દેવા સાથે થશે

આ સિવાય કાજોલ ટીઝરમાં એન્ટ્રી કરતા જ કહે છે કે, ‘પાવર માંગીને નહીં, છીનવીને લેવામાં આવે છે’. આ સિવાય ટીઝરમાં નસીરુદ્દીન શાહ પણ જોવા મળી રહ્યા છે, જેમનું પાત્ર જોઈને લાગે છે કે તે ફિલ્મમાં કાજોલના પિતાના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને તેલુગુ સિનેમાના જાણીતા નિર્દેશક ચરણ તેજ ઉપ્પલાપતિએ ડિરેક્ટ કરી છે અને તેની સાથે હિન્દી સિનેમામાં પણ ડેબ્યુ કર્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.