30 મે ના રોજ ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જોડાઈને પુણ્ય અર્જિત કરી શકશે

પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજોની આત્મશાંતિ માટે ગંગા માતા અને શિવજીની ધરતી પર કઠોર તપસ્યાની કરી હતી. ભગીરથ ના તપથી ગંગાજી અને શિવજી પ્રસન્નન થયા અને ગંગાજી બ્રહ્માજીના કમંડળથી નિકળી શિવજીની જટાઓમાં વિરાજમાન થયા અને ત્યારબાદ પૃથ્વી પર ગંગા માતાનું અવતરણ થયું હતું. ગંગાની ધરતી પર આવતા રાજા ભાગીરથના પૂર્વજોની આત્મા તૃપ્ત થઈ અને તેઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો તેથી આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.

આ પાવન દિને તીર્થ સ્નાન નું અનેરૂ મહત્વ રહેલું છે. ગંગા દશેરાના પવિત્ર દિવસે સોમનાથ ખાતે હિરણ, કપિલા, સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણીસંગમ ખાતે પૂજન અને આરતીનો કાર્યક્રમ પરંપરાગત દિવસે યોજવામાં આવે છે.

ત્યારે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે તા.30/05/2023, જેઠ શુક્લ દશમી અને મંગળવારે સાંજે 6:00 કલાકે ત્રિવેણી પૂજન તથા સાંજે 7:00 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આ પૂજન અને આરતીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત થઇ પુણ્ય પ્રાપ્ત કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટ પંથકની ધર્મ અનુરાગી પ્રજાને હાર્દિક નિમંત્રણ આપે છે. ઉલ્લેનીય છે કે આ મહાઆરતીમાં જોડાવા માટે ભાવિકોને આરતી અને દીવા સાથે લાવવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.