રાત્રીબજારોમાં ચેકિંગ: અખાદ્ય સામગ્રી મળી આવતાં ૨૨ આસામીઓને નોટિસ

ઉનાળાની સિઝનમાં ખોરાકજન્ય રોગચાળો અટકાવવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી આઠ સ્થળેથી ઠંડા પીણા અને આઈસ્ક્રીમનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયારે રાત્રીબજારમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય સામગ્રી મળી આવતા ૨૨ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આરોગ્ય શાખા દ્વારા પેડક રોડ પર કેશવ પાર્કમાં લીંબુ સોડા નામની દુકાનમાંથી સ્ટોબેરી ફલેવર આઈસ્ક્રીમ, જુના માર્કેટીંગ યાર્ડમાં સ્વાસ્તિક એન્ટરપ્રાઈઝમાંથી માઝા રેડી ટુ સર્વ ફુડ ડ્રીંકસ, સ્પ્રાઈટ બેવરજીસ, ૫-રઘુવીરપરામાં પ્રેક્ષકા કોર્પોરેશનમાં દાવત બેવરજીસ જીરા સોડા અને ઓરેન્જ સોડા, સાધુ વાસવાણી રોડ પર બિયર એન્ડ બાઈટસમાંથી મોન્સ્ટર એનર્જી ડ્રિંકસ, મોમાઈ પ્રાઈવેટ લીમીટેડમાંથી મોમાઈ કેસર પીસ્તા મીડિયમ ફેટ આઈસ્ક્રીમનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ૧૫૦ ફુટ રીંગ રોડ, રેસકોર્સ, ગાયત્રીનગર સહિતનાં વિસ્તારોમાં ૮૬ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨૨ આસામીઓને નોટીસ ફટકારી ૨૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.