રામમંદિર શિલાન્યાસ વિધિમાં ૫૦ સંતો મહંતોને નિમંત્રણ
બીએપીએસનાં વડા મહંત સ્વામી વતી અયોધ્યામાં બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજય અક્ષરવત્સલ સ્વામી કરશે અર્ધ્ય અર્પણ
અયોધ્યા ખાતે કરોડો હિન્દઓની આસ્થાના પ્રતીક સમાન રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમજ ભારતનાં મહાન સંતોના હસ્તે પ્રારંભ થઈ રહ્યો છે. તેની ખુશાલી કરોડો હિન્દુઓમાં ફરી વળી છે. શિલાન્યાસ વિધિના આ ગૌરવવંતા ઐતિહાસીક કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ સંતો મહયતોને નિમંત્રીત કરવામાં આવ્યા છે. એ પૈકી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજને પણ સાદર નિમંત્રીત કરવામાં આવ્યા છે. આ નિયંત્રણનો સ્વીકાર કરીને તેઓ વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતવર્ય પૂ. બ્રહ્મવિહારી સ્વામી તથા પૂ. અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ વિધિમા ભાગ લેવા માટે અયોધ્ય જશે.
રામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રી રામયંત્રનું પૂજન કરીને તે સંતો દ્વારા અયોધ્યા મોકલાવશે અને શિલાયન્સમાં પોતાની શ્રધ્ધાપૂર્ણ પુષ્પાંજલી અર્પશે.
આ પ્રસંગે નેનપૂર ખાતે બિરાજતા પૂ. મહંત સ્વામી મહારાજ જણાવ્યું છેકે કરોડો ભકતો અને સંતો મહાત્માઓની અનેક વર્ષોની શ્રધ્ધા, તપસ્યા, બલિદાનની ફલશ્રુતિ પે ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો આરભં થઈ રહ્યો છે. તેનો અપાર આનંદ છે. આવનારી અનેક પેઢી આ મંદિરમાંથી સનાતનધર્મ સંસ્કૃતિ સંસ્કારો, અધ્યાત્મ વગેરેની પવિત્ર પ્રેરણાઓ મેળવશે. અનેક પેઢીઓ ભગવાન શ્રી રમાચંદ્રજીનાં દિવ્ય જીવનમાંથી માનવતાના સર્વોતમ મૂલ્યો અને આદર્શે શીખશે, આ મંદિર હિન્દુ ધર્મની અસ્મિતાનું એક ગૌરવ શિખર બની રહેશે.