શોકમગ્ન ભાવિકો બાપુના અંતિમ દર્શનાર્થે ઉમટ્યા: સાંજે ૫ કલાકે સતાધારમાં આપાગીગાની જગ્યાના પ્રાંગણમાં જ સમાધિ અપાશે
લાખો લોકોની શ્રધ્ધા જેમની સાથે જોડાયેલી છે તેવા સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ યાત્રાધામ સતાધારના સંત જીવરાજ બાપુ ૯૩ વર્ષની વયે બ્રહ્મલીન થતા દેશ વિદેશમાં વસતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જીવરાજ બાપુ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને જીવરાજબાપુની તબીયત ગંભીર હોવા અંગે રવિવારે વિસાવદર આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણ થતા તેઓ ખાસ જીવરાજબાપુને મળવા સત્તાધાર ગયા હતા. બાપુના અંતિમ દર્શન માટે ભાવિકોની ભીડ જામી ગઈ છે. તેમની પાલખી યાત્રા બપોરે ૩ વાગ્યે અને સમાધી વિધિ સાંજે ૫ વાગ્યે થશે.
ઉલ્લેખનીય છે કે સતાધારમાં આપાગીગાની જગ્યાના મહંત જીવરાજબાપુ ગૂરૂ શામજીબાપુએ આજે મોડીરાત્રે પોણા અગીયાર વાગ્યે આપા ગીગાની જગ્યામાં જ અંતિમ શ્ર્વાસ લીધા હતા તેઓ ૯૩ વર્ષના હતા અને આંતરડા તેમજ શ્ર્વાસની બિમારીથી પિડાતા હતા મહંત જીવરાજ બાપુના નિધનના સમાચાર મળતા તેમના સેવકો મોટી સંખ્યામાં રાત્રીથી જ સતાધાર આવી ગયા હતા.
સતાધાર એટલે સત અને આધાર ઈ.સ. ૧૮૦૦માં સંત આપાગીગાએ સતાધાર ધામ વસાવ્યું. આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત ગાદીએ આવ્યા ત્યારબાદ અનુક્રમે રામબાપુ, જાદવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ, શામજીબાપુ આવ્યા સતાધારની જગ્યા અને શામજી બાપુ એકબીજાના પર્યાય બની ગયા હતા ૧૯૮૩ની સાલમાં ૭૮ વર્ષની વયે શામજી બાપુ બ્રહ્મલીન થયા. શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વીના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરીને ગાદીએ બેસાડયા હતા જીવરાજ બાપુ ખરેખર ભગત હતા તેઓએ સાદગી અને સેવામાં જ પોતાના સમગ્ર જીવનને આપા ગીગાના ચરણોમાં સમર્પિત કર્યુ હતુ.
જીવરાજ બપુનો જન્મ માધવપૂર (ઘેડ)ના સરમા ગામે થયો હતો. અને નાની વયથી જ સતાધારની જગ્યામાં આવી ગયા હતા. અને ૧૯૮૨માં મહંત બન્યા હતા તેમના શિષ્ય વિજયબાપુની ૧૨ વર્ષ પહેલા ચાદર વિધી થઈ હતી જીવરાજ બાપુ કયારેય ધાર્મિક રોજનીશીમા થાકતા નહતા. બાપુ હંમેશા સોનું ભલુ ઈચ્છતા કદી ગુસ્સે ના થાય બધાને માન ભેર કહેતા આવો બાપા, બેસો બાપા, જમો બાપા સત્તાધાર આવનારા દરેકને તેઓ ભારપૂર્વક જમાડતા અને આર્શિવચન આપતા.
હજારોની સંખ્યામાં ભાવીક ભકતજનો દર્શનાથે આવે છે. અને આત્મ સંતોષ વ્યકત કરે છે. આજરોજ જીવરાજબાપુના અંતિમ દર્શન માટે પાલખીમાં રાખવામાં આવેલ છે. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દર્શનનો લાભ લેવા ઉમટી પડેલ છે.
આ તબકકે ચાપરડા બ્રહ્માનંદધામથી પ.પૂ.જયશ્રી મુકતાનંદજી બાપુ જે ભારતીય સમાજના રાષ્ટ્રિય અઘ્યક્ષ ચલાલાથી વલકુબાપુ સુડાવડથી સીતારામબાપુ , નેશડીથી લવજી ભગન તેની અનેક નામી અનામી સંતો અને ભાવિક ભકતો અને સેવક સમુદાય અંતિમ દર્શનાર્થે આવેલ છે અને આજે સાંજે ૪ કલાકે પુજયશ્રી જીવરાજબાપુના પાર્થિવ દેવને જગ્યામાં જ સમાધી આપવામાં આવશે. હજારોની સંખયામાં ભાવીક ભકતજનો અને સેવક સમુદાય સત્તાધાર આવી રહેલ છે