લોકો કોરોનાથી ઓછા સંક્રમિત થાય માટે સરકારે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ સરકારના વેક્સિનેશન કાર્યક્રમને સમર્થન આપી તમામ જનતા કોરોનાની રસી મુકાવે અને સરકારના આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી છે.

હાલમા જે કોરોના મહામારીની આફત આવી છે તે વિશે ઇન્દ્રભારતી બાપુ એ આ બીમારી સામે લડવામાં મનથી મજબૂત રહો પરિણામ તમારી સામે હસે. કોરોના વેક્સિનના બન્ને ડોઝ વેહલામાં વેહલી તકે લઈ આવનારી તકલીફથી રક્ષા મેળવો, તેમજ સરકારી નિયમોનુ પાલન કરી સારા નાગરિકની ફરજ અદા કરવા માટે અપીલ કરી હતી.

મહંત ઇન્દ્રભારતી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે નાતજાતના ભેદભાવો ભૂલી માત્ર મનુષ્ય ધરમ બજાવો. માનવ સેવા એજ પ્રભુ સેવા છે. ભારતની ભૂમિ જપ તપની ભૂમિ છે. આ મહામારીમાં આપણે સૌ એક સાથે ઉભા રહી એકબીજાને મદદ કરશું, તો એક દિવસ આ મહામારી દેશમાંથી જરૂર ને જરૂર વિદાય લેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.