રાજકોટમાં મોઢ વણિક મોઢેશ્ર્વરી (માતંગી) માતાજી પાટોત્સવ સમિતિ દ્વારા પૂજનવિધિ, આરતી, મહાપ્રસાદ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર મોઢ વણિક સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ૨૫૦૦ થી ૩૦૦૦ જ્ઞાતિજનો ઉમટી પડયા હતા.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શ્રેયાંસ મહેતાએ જણાવ્યું કે મોઢ વણિક માતંગી માતાજી પાટોત્સવ સમિતિ વતી આજે અમોએ સમસ્ત મોઢ વણિક જ્ઞાતી માટે ૨૫૦૦ થી ૩૦૦૦ માણસો પ્રસાદ લઈ શકે તે રીતે મહાસુદ ૧૩ના અમારા માતાજીનો પાટોત્સવ ઉજવાય છે.
અમે છેલ્લા ૧૩ વર્ષથી આયોજન કરીએ છીએ અમે બહોલી સંખ્યામાં જ્ઞાતિજનો મહાપ્રસાદ લે તેવી આશા રાખીએ છીએ. પ્રતિમાબેન પારેખે જણાવ્યું કે છેલ્લા ૧૩ વર્ષથી પાટોત્સવ કરીએ છીએ અને પહેલા વર્ષથી ૫૦૦ લોકોથી શરૂઆત થઈ હતી. અત્યારે ૨૭૦૦ થી ૩૦૦૦ લોકો પ્રસાદી લે છે પરંતુ વધુમાં વધુ જ્ઞાતિજનો મહાપ્રસાદ લે તેવી આશા રાખીએ છીએ.