નવા રીંગ રોડ પર કાળ બનીને ઘસી આવેલા ડમ્પરના તોતીંગ વ્હીલ નીચે ચગદાતા નવોઢાના મોતથી પટેલ પરિવારમાં ક‚રૂણાંતિકા સર્જાય: કન્યા વિદાયના ગણતરીના કલાકોમાં ચિર વિદાયની ઘટનાએ હૃદય હચમચાવી દીધા

ન જાણ્યુ જાનકી નાથે કે સવારે શું? થવાનું છે તે યુક્તિ રાજકોટના પટેલ પરિવાર માટે ક‚રૂણ રીતે સાર્થક બની હતી. કન્યા વિદાયના ૪૮ કલાકમાં કોડ ભરી કન્યાની ચિર વિદાયની ક‚રૂણતા ભરી ઘટના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર બની હતી. કોડભરી કન્યાના હાથની મહેંદી ભુસાઇ ન હતી ત્યાં કાળ બનીને ઘસી આવેલા ડમ્પર નીચે પતિની નજર સામે નવોઢા ચગદાઇ જતા મોત નીપજતા પટેલ પરિવારમાં હૃદય હચમચી ગયા હતા.

રવિવારે કન્યા વિદાય અને મંગળવારે સાંજે ચિર વિદાય બનેલી કોડભરી કન્યા પોતાના પતિના બાઇક પાછળ બેસી સંબંધીને ત્યાં આટો દેવા ઘરેથી નીકળ્યાના ગણતરીની ક્ષણમાં જ પુર ઝડપે ઘસી આવેલા ડમ્પર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

શહેરના ભક્તિનગર સોસાયટીમાં રહેતા બોરવેલના ધંધાર્થી બાબુભાઇ કરશનભાઇ ખોયાણીની એકની એક પુત્રી પિયંકા ખોયાણીના ગત રવિવારે મોટા મવા કાતે રહેતા જય ધી‚ભાઇ ઠુમ્મર નામના યુવક સાથે રંગેચંગે લગ્ન યોજાયા હતા. લગ્ન પ્રસંગની ખુશીનો માહોલ વચ્ચે પુત્રી પિયંકાને વિદાય આપવામાં આવી હતી. નવ દંપત્તી ફઇના પુત્ર અનિલભાઇ વેકરીયાના ઘરે ચા-પાણી નાસ્તા માટે જવા નીકળ્યા હતા.

જય ઠુમ્મર તેમના પત્ની પિયંકા સાથે અને અનિલ વેકરીયા પોતાની માતા સાથે નવા ૧૫૦ ફુટ રીંગ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોચ્યા ત્યારે નંબર પ્લેટ વિનાના રેતી ભરેલા ડમ્પર સાથે ધડાકાભેર જય ઠુમ્મરનું બાઇક અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પતિ જય ઠુમ્મરની નજર સામે જ પત્ની પિયંકા ડમ્પરના તોડીંગ વ્હીલ નીચે ચગદાતા મોત નીપજ્યું હતું. ને જય ઠુમ્મર ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અકસ્માત સર્જાતા ધડાકાના અવાજ સાંભળતા અનિલ વેકરીયાએ પોતાનું બાઇક ઉભી રાખ્યું ત્યારે તેને પિયાંકાને લોહીલુહાણ હાલતમાં જોઇ હતી.

ગમખ્વાર અકસ્માતના બનાવની અનિલ વેકરીયાએ પોતાના સગા-સંબંધીઓને જાણ કરતા પિયંકા અને જયના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. પિયંકાના મૃતદેહને જોઇ પટેલ પરિવાર પર આભ ફાટયુ હોય તેવા ક‚રૂણ આક્રંદથી વાતાવરણ ગમગીની ભર્યુ બન્યું હતું.

ડમ્પરમાં નંબર પ્લેટ ન હતી અને તેના બદલે જમાદારનું નામ અને મોબાઇલ નંબર લખ્યા હતા. જીવલેણ અકસ્માત સર્જી ભાગી છુટેલા ડમ્પર ચાલક સામે તાલુકા પોલીસે ગુનો નોંધી પી.એસ.આઇ. એસ.આર.સોલંકી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.