સદીના મહાનાયક અમિતાભ બચ્ચને બ્લોગ લખીને પોતાની પીડાને વાચા આપી છે. તાજેતરમાં બીએમસી તરફથી ગેરકાયદે બાંધકામના નિર્માણ બાબતની નોટિસ હોય કે પછી પનામા પેપરનો મુદ્દો. બિગ બીએ દરેક મુદ્દે બ્લોગમાં લખીને પોતાની પીડા ઠાલવી છે. મુંબઇના ગોરેગાંવમાં ગેરકાયદે બાંધકામ માટે બીએમસી તરફથી અમિતાભને નોટિસ પાઠવવામાં આવી હતી તે મુદ્દે બચ્ચને લખ્યું છે કે મીડિયાને હંમેશાં સંબંધિત વ્યક્તિ સુધી નોટિસ પહોંચે તે પહેલા જ માહિતી મળી જતી હોય છે જોકો મને હજું નોટિસ મળવાની બાકી છે. ઘણી વાર આરોપ લાગે છે તો હું સમસ્યા હલ કરવાનો પ્રય્તન કરતો હોઉં છું મન ઘણી વાર લાગેછે કે મૌન રહેવું એ યોગ્ય છે મીડિયાને બદલે વ્યવસ્થાએ તેનો ઉકેલ લાવવો જોઈએ.ઉપરાંત અમિતાભે પનામા પેપર્સ, બોફોર્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારી પર તથા મારા પરિવાર ઉપર બોફોર્સ ગોટાળાનો આરોપ લાગ્યો અને ઘણા વર્ષો અમે પીડા વેઠી. ગોટાળાની તપાસ થઈ અને સત્ય સામે આવતા ૨૫ વર્ષ લાગી ગયા. પનામા પેપર્સ મુદ્દે અમારી પાસે પ્રતિક્રિયા માંગવામાં આવી અને તે આરોપોના અમે બેવાર જવાબ આપ્યા તેમ છતાં સવાલો યથાવત છે.તેમણે પોતાની વયનું કારણ આપતા કહ્યું હતુંક ઉંમરના આ પડાવ પર હું પ્રસિદ્ધિથી મુક્તિ અને શાંતિ ઇચ્છું છુ. હું સુર્ખિયોમાં આવવા નથી માંગતો હું તેને લાયક નથી.
મહાનાયકે પનામા પેપર્સની પિડા બ્લોગના માઘ્યમથી વર્ણવી
Previous Articleવોકહાર્ટ ગ્રુપને પ૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિની ઉજવણી
Next Article જેકી ચૈનની દીકરીએ કર્યો આશ્ર્ચર્યજનક ખુલાસો…