લાઈનમાં ઊભા રહેલા લોકોને ચા-બ્રેડ પીરસ્યા !!!
હાલ શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે જ્યારે શ્રીલંકન લોકોને અનેકવિધ રીતે આર્થિક હાડમારીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પ્રશ્ન એ છે કે આ તમામ લોકોની વહારે કોણ આવે અને તેમની સ્થિતિ સુધારે. ત્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર રોશન મહાનામા પેટ્રોલ પંપ પર ઉભા રહેલા લોકોને ચા અને બ્રેડ પીરસી રહ્યા છે અને કહી શકાય કે રોશન કાર્ય હાથ ધરી રહ્યા છે.
શ્રીલંકાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવે તો ત્યારે દેશ પાસે જેટલા પણ નાણાં નથી કે તેઓ જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે અથવા તો તેની આયાત કરી શકે. આ તબક્કામાં જો કોઈ દેશ અથવા તો કોઈ એક જાગૃત નાગરિક ઉદ્યોગકાર આર્થિક સહારો નહીં આપે શ્રીલંકાએ ઘણી માઠી અસર નો સામનો પણ કરવો પડશે. એટલું જ નહીં પેટ્રોલ પંપ ઉપર દિવસેને દિવસે લાઈનો ખૂબ મોટી થતી જઈ રહી છે ત્યારે કોમ્યુનિટી મિલ પ્રોગ્રામ શરૂ થતા લોકો ખોરાકની આશાએ ખૂબ લાંબો સમય લાઈનમાં વિતાવે છે.
પૂર્વ ક્રિકેટર એ સરકારને તાકીદ કરતાં પણ જણાવ્યું હતું કે જો આ સ્થિતિ માં સુધારો નહીં આવે તો સ્વાસ્થ્યને લગતાં ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થશે. સામે શ્રીલંકન સરકાર દ્વારા બે સપ્તાહ માટે સટડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. પ્રસાદ શ્રીલંકન દેશના લોકો ને એ વાતની પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ એકબીજાને મદદરૂપ થાય અને તેમની જે તકલીફો છે તેમાં સહભાગી બને. લંકા તેની આર્થિક કટોકટીની સ્થિતિમાંથી બહાર નીકળવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પણ આજીજી કરી છે કે તેઓ તેમને થઈ શકે એટલી આર્થિક મદદ કરે.