શનિવાર બપોર સુધી ભારે વરસાદ પડયો હતો : આજે પણ બપોરે અને સાંજે વરસાદની ૫૦ ટકા સંભાવના
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી વર્લ્ડ કપ ક્રિકેટની રોમાંચક મેચને નિહાળવા માટે કરોડો ક્રિકેટ ચાહકો ઉત્સુક છે. એકબાજુ માન્ચેસ્ટરના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે.
ભારત પાકિસ્તાન મેચની ૬૬.૬ ટકા ટિકિટો ભારતીય લોકોએ ખરીદી લીધી છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ રસિકોના ભાગમાં માત્ર ૧૮.૧ ટકા ટિકિટો આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચ માટે ટિકિટોના બ્લેકના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.
ક્રિકેટ જગતમાં હંમેશા આ મેચને મહામુકાબલો નામ આપવામાં આવે છે અને તેને લઈને મેદાનની અંદર અને બહાર, બંન્ને દેશોની સરહદોની અંદર અને સરહદોની આસપાસ શાનદાર રોમાંચ અને ઉત્સાહ રહે છે.
આ મુકાબલા પર પણ બધાની નજર છે અને આ મુકાબલો તે માટે પણ ખાસ છે કે કારણ કે ભારતને પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પરાજય આપ્યો હતો. હવે ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પાકિસ્તાનને પરાજય આપીને આ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.