આપના દેશમાં ઘણી પ્રકારના અદ્ભુત મંદિર આવેલા છે. દરેક મંદિરની પોતાની અલગ ખાસિયત હોય છે. તમે જ્યારે મંદિરમાં જાવ છો ત્યારે તમને પ્રસાદમાં ફળ,નારિયળ અથવાતો મીઠાઇ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો એક મંદિર એવું છે જ્યાં પ્રસાદમાં ફળ,નારિયેળ કે મીઠાઈની પરંતુ સોના ચાંદીના ઘરેણાં આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મંદિર વિષે…
મધ્યપ્રદેશના રતલામ માં આવેલું માતા મહાલક્ષ્મીનું મંદિર સૌથી પ્રસિધ્ધ મંદિર માનવમાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહી સોના-ચાંદીના ઘરેણાં ચઢવામાં આવે છે. જે ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.
આ મંદિરને દિવાળીના દીવસે સોના અને ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવે છે. પૈસાની માલા બનાવમાં આવે છે. દિવાળી પર ત્યાં આવેલા ભક્તોને આ સોના ચાંદીના ઘરેણાં આપવામાં આવે છે.
આ મંદિરના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે. પ્રસાદમાં મળેલા ઘરેનને લોકો વહેચતા નથી પરંતુ માતાના આશીર્વાદ સમજીને પોતાની પાસે રાખે છે.