પ્રયાગરાજ ખાતે ગંગા-જમુના અને લોકામાતા સરસ્વતીના સંગમ સ્થિત શરૂ થયેલા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ અનેક વિશ્વ રેકર્ડ સર્જાવવાની પરંપરા યથાવત રહેશે ભારતની સંસ્કૃતી સભ્યતા અને ધર્મ સાથે પર્યાવરણ અને આત્મા સાથે પરમાત્માના એકાકારની જે અદભૂત સંસ્કૃતી સમાજ બદલાયા છે. જેનાથી જ ભારતીય સંસ્કૃતી વિશ્વના તમામ ભાગોમાં પહોચી સંસ્કૃતી કરતા સ્વાય અને સંપૂર્ણ સુચારૂ ઢબથી આગવી ઓળખ ધરાવે છે.
પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં સરકાર દ્વારા કરોડો ભાવીકોની સલામતી સુરક્ષા અને ધર્મસંસ્કૃતી અનુરૂપ જે વ્યવસ્થા ગોઠવી છે. તે આધુનીક યુગ ટેકનોલોજી અને સાધન સામગ્રીના સંસ્કૃતીક ઉપયોગ ક્ષેત્રમાં ભારતીય પરંપરાના કારણે ત્રીવીધ હેતુ અને આયામો ને એકરૂપ કરનારી છે. ભારતીય ધર્મ સંસ્કૃતીમાં દરેક ધર્મ પરંપરા અને સામાજીક પ્રક્રિયા ધર્મની સાથે આધ્યાત્મીક અને વૈજ્ઞાનિક અભીગમના સમન્વય સાથે સ્થાપીત હોય છે. સૂર્યના ૧૪ જાન્યુઆરીથી ઉતર તરફના પ્રયાણ અને મકર રાશીમાં પ્રવેશથી શરૂ થતી ઉતરાયણના દિવસોમાં ગંગા-જમુનાના સંગમ સાથે સ્નાનનું આધ્યાત્મિક ધાર્મિક મહાત્મય સાથે વૈજ્ઞાનીક મહત્વ પણ રહ્યું છે. ભારતનું આધ્યાત્મિક તથ્ય જ્ઞાન આજે પણ વૈજ્ઞાનીક સંશોધનો અને માનવ સંસ્કૃતીની વિકાસ પ્રક્રિયામાં અનેક રીતે એડવાન્સ સાબીત થાય છે. કુંભના સ્નાન અને ધાર્મિક પરંપરાના આધ્યાત્મિક મૂલ્યો વિશ્વના અનેક માનવ સભ્યતા, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે સંમોહીત કરનારા તત્વચિંતકો, વૈજ્ઞાનિકોની સંશોધન પ્રક્રિયામાં લાભકારક ખરેખર સાબીત થઈ છે. વળી આ માટે વ્યવસ્થા એક અદભૂત ધર્મ-સંસ્કૃતી અને માનવ સમજથી બની રહી. એક સાથે એકજ હેતુથી એકત્ર થતુ માનવ મહેરામણ એક ધ્યેય એકાત્મકતા અને શિસ્તબધ્ધ રીતે પોતાના લક્ષ્યની પ્રાપ્તી કરે તે રીતે મહાકુંભનો આ મેળો વિશ્વના માનવ સંસ્કૃતી માટે આદીકાળથી પ્રેરણા અને પ્રગાઢ આધ્યાત્મિક રહસ્યો માટે ઘણી રીતે આગવી ઓળખ બની રહ્યો છે.
મકર સંક્રાતથી શરૂ થયેલા કુંભમેળા માટે ૮૦૦ ખાસ ટ્રેનો પરિવહન માટે સુસંગત અને શિસ્ત બધ્ધ વ્યવસ્થા ઉપરાંત દોઢ લાખ શૌચાલયો, આરોગ્ય વ્યવસ્થા, સલામતી સુરક્ષાની સાથે સાથે ત્રીવેણી ઘાટ પર સામુહિક સ્નાન માટેની અભેદ ફુલપ્રુફ સલામતી વ્યવસ્થા માટે દેશભરની વ્યવસ્થા તંત્રની ગોઠવણમાં કયાંય કોઈ કચાશ જોવા મળતી નથી.
મહાકુંભની ધર્મ પરંપરા અને આધ્યાત્મિક રીતે તેમજ તેની વ્યવસ્થા પણ આધુનિક રૂપે એક મહા ચમત્કારથી જરાપણ ઓછુ ન આકી શકાય, દુનિયાના કોઈપણ ખૂણેથી ગયેલા ભાવીકને એક જ લક્ષ્ય અને પરંપરાની જાળવણીની પરંપરા કુંભના તમામ દિવસમાં વ્યવસ્થાની સાથે સાથે જે સમયબધ્ધ સામુહિક શિસ્તની આવશ્યકતા હોય છે તે સ્વયંભૂ બની રહે છે. તેજ આ મહાકુંભની ફલશ્રુતી ગણાશે.
મહાકુંભની ધાર્મિક, આધ્યાત્મીક પરંપરાનું જતન અને ભાવીકોની સલામતી વ્યવસ્થામાં સરકારની સાથે સાથે ધર્માત્માઓ અને સેવાભાવી વર્ગ દ્વારા એક‚પતાથી ગોઠવેલી વ્યવસ્થા આ મહા યજ્ઞને ચાર ચાંદ લગાવી દે છે.
પ્રયાગરાજ ખાતે યોજાય રહેલા મહાકુંભને ભારતીય સંસ્કૃતી, ધર્મ આધ્યાત્મીકતા અને સલામતી વ્યવસ્થાની સાથે સાથે માનવ સભ્યતા અને ભાવીકોની શિસ્તતા, એકરૂપતાના અનેક વિધ સમન્વયનું પ્રતીક ગણી તેને ભારતની આધ્યાત્મીકતાનું ગૌરવ માનવું જોઈએ.