બે દિવસીય સેમિનારનો આજથી થયેલો પ્રારંભ
વિવેકાનંદજીના ૧૫૦માં જન્મદિવસની ઉજવણીમાં રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનનો બે દિવસીય સેમિનાર યોજાઈ રહ્યો છે. તા.૩ અને ૪ રામકૃષ્ણ આશ્રમ રાજકોટના વિવેકાનંદ હોલ ખાતે યોજાનારા આ સેમિનારમાં તત્વજ્ઞાનના મર્મજ્ઞો ઉપરાંત સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવો આવશે.
તા.૩ના રોજ સવારે ૧૦ કલાકે કાર્યક્રમનો શુભારંભ થયો. આ તકે સ્વામી મુકિતદાનંદ, સ્વામી સ્વસ્થઆનંદ ભારતીય તત્વજ્ઞાનિ અને તેની અસરો અંગે પ્રવચન આપશે.
આ તકે યુનેસ્કોના પૂર્વ સલાહકાર ડો.બિકાસ સહાય. એન.સી.ઈ.આર.ટી.ના ભુતપૂર્વ ડાયરેકટર જે.એસ.રાજપુત, મેનેજમેન્ટ નિષ્ણાંત નારાયણ ગુ‚જી, પદ્મશ્રી નિવેદિતા ભીંડે, જયોતિબેન થાનકી, ડો.ઓમપ્રકાશ વર્મા, ડો.જયેશ શાહ, ડો.બાલાસુબ્રમણ્યમ સહિતના વકતાઓ ભારતીય સંસ્કૃતિના અલગ અલગ પહેલુઓ ઉપર વ્યાખ્યાનો આપશે. સેમિનારનું પ્રો.ડો.એસ.જયરામ રેડી (કુલપતિ ચંદ્રશેખર યુનિવર્સિટી) ઉદઘાટન કરશે. આ તકે કમલેશ જોશીપુરા પણ ઉપસ્થિત રહેશે તેમ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીએ જણાવ્યું હતું.
ડો.સુભદ્રા દેસાઈનું કલાસીકલ ગાયન
બે દિવસીય સેમિનારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવેલા છે. જેમાં તા.૩ના રોજ સાંજે ૭ થી ૮:૩૦ કલાક સુધી જાણીતા કલાસીકલ સિંગર ડો.સુભદ્રા દેસાઈના ગાયનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.