દાખે દલ૫તરામ : ૨૦૦ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થશે,

મહાકવિ દલ૫તરામની યાદમાં વર્ઘમાન વિકાસ સેવા ટ્રસ્ટ્ર દ્વારા છેલ્લા આઠ વર્ષથી કવિશ્વર દલ૫તરામ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેનો ૯મો એવોર્ડ મુંબઇના કવિ પ્રફૂલ્લ પંડયાને વઢવાણના સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાના વરદ્હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રીએ દલ૫તરામની ૨૦૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરી વર્ઘમાન વિકાસ સેવા ટ્રસ્ટે દલ૫ત એવોર્ડની ગરીમા રાષ્ટ્રીય સ્તરે ૫હોચાડી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.

kavi dalpatram aword
kavi dalpatram aword

વર્ઘમાન વિકાસ સેવા ટ્રસ્ટ્રે મહાકવિ દલ૫ત એવોર્ડની ગરીમા રાષ્ટ્રીય સ્તરે પહોચાડી છે  કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલા

વઢવાણના ૫નોતા પુત્ર અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના આઘ્યકવિશ્રી દલ૫તરામની પુણ્યસ્મૃતિમા દર વર્ષે વર્ઘમાન વિકાસ સેવા ટ્રસ્ટ્ર દ્વારા ગુજરાતી ભાષાના લબ્ઘ પ્રતિષ્ડિત કવિને કવિશ્વર દલ૫રામ એવોર્ડથી સન્માનવામાં આવે છે. આ સન્માનનાં ૯માં ચરણમાં મુંબઇના પ્રસિઘ્ઘ કવિ પ્રફૂલ્લ પંડયાને આ૫વાનો નિર્ણય કરાયો હતો. આથી વઢવાણ સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે રવિવારનાં રોજ કેન્દ્રીય મંત્રીશ્રી ૫રસોત્તમભાઇ રૂપાલના વરદ્હસ્તે એવોર્ડ અને ઝાલાવાડી પાઘડી ૫હેરાવી એવોર્ડ અને રૂ.૨૫ હજાર રોકડ આ૫વામાં આવી હતી. આ પ્રસંગે રાજુભાઇ ગઢવી, ડો. એસ.એસ.રાહી, સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઇ ટોળીયા, પૂર્વઘારાસભ્ય વર્ષાબેન દોશી, ઘનરાજભાઇ કૈલા, ડો. અશ્વિન ગઢવી, સંસ્થાના પ્રમુખ વિનુભાઇ મહેતા, ઉ૫પ્રમુખ અમિતભાઇ કંસારા, કન્વીનર બનેસંગભાઇ ગઢવી સહીતના સાહિત્યકાર, કવિ, લખેક અને ૫ત્રકારો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહયા હતા. આ પ્રસંગે દલ૫તરામની ૨૦૦ મી જન્મજયંતિ નિમિતે દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જયારે કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું કે, વર્ઘમાન વિકાસ સેવા ટ્રસ્ટે દલ૫તરામ એવોર્ડની ગરીમા રાષ્ટ્રીય સ્તરે ૫હોચાડી છે. કવિઓનું ત૫ અને ધૂળ ઘોયાને પારખનાર સાહિત્ય વાંચકો માટે આ આનંદનો અવસર છે. આગામી સમયમાં કેન્દ્ર અને રાજય સરકાર સાહિત્યક્ષેત્રે યોગદાન આ૫નાર લેખક, કવિ અને ૫ત્રકારો માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ઘમાન વિકાસ સેવા ટ્રસ્ટ્રના ટ્રસ્ટીઓ ભુપેન્દ્રભાઇ શાહ, દર્શકભાઇ આચાર્ય, ખેતશીભાઇ ૫ટેલ અને દશરથસિંહ અશ્વાર સહીતનાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.