આખો હિમાલય ભગવાન શિવનું સ્થાન છે. અને તેના બધાજ સ્થળો પર પહોંચવું એટલુજ અઘરું હોય છે. પછી એ અમરનાથ હોય કે કેદારનાથ કે કૈલાશ માનસરોવર આ જ ક્રમમાં આવે છે. શ્રીખંડ મહાદેવ, જયારે અમરનાથ જવા માટે યાત્રીઓએ ૧૪૦૦૦ ફૂટ ઉંચે ચઢવું પડે છે. તો શ્રીખંડ મહાદેવના દર્શન માટે ૧૮૫૭૦ ફૂટની ઉંચાઈ સર કરવી પડે છે. આ સ્થળ હિમાચલના શીમલાના નીરમન્ડમાં આવેલા હિમાચ્છાદિત પહાડની ૧૮૫૭૦ ફૂટની ઉંચાઈએ આવેલા શ્રીખંડની ટોચ પર આવ્યું છે. ૩૫ કિમીની જોખમી યાત્રા બાદ ત્યાં પહોંચી શકાય છે. અહી સ્થિત શિવલીંગની ઉંચાઈ લગભગ ૭૨ ફૂટની છે. શ્રીખંડ મહાદેવની રસ્તામાં પણ બીજા મંદિરો આવે છે.
અહીની જાત્રાનો જુલાઈથી પ્રારંભ થાય છે. જે શ્રીખંડ મહાદેવ ટ્રષ્ટ દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે. સિંહગાડ, થાચડું, ભીમવારી અને પાર્વતીબાગમાં કેમ્પ પણ રાખવામાં આવ્યા છે. જયારે સિંહગાડમાં નોંધણી અને મેડિકલ ચેકઆપની સુવિધાઓ છે. તેમજ યાત્રા દરમિયાન જુદા જુદા સ્થળો પર રોકવાની સુવિધાઓ પણ કરવામાં આવી છે. આ મુક્તિધામની માન્યતા મુજબ અહિયાં ભગવાન વિષ્ણુએ શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી ભસ્માસુરને નૃત્ય માટે સહમત કર્યો હતો. નૃત્ય કરતા કરતા તેણે પોતાના હાથ પોતાના માથા પર રાખ્યા અને ભસ્મ થયો હતો. અને આ જ માન્યતા અનુસાર આજે પણ દુરથી અહીની માટી અને પાણી લાલ રંગનું દેખાય છે. દિલ્લીથી આ યાત્રા ૫૫૩ કિમી જેટલી થાય છે.