ત્રિદલં ત્રિગુણાકાર ત્રીનેત્ર ચ ત્રીયાયુધમ ત્રિજન્મપાપસંહાર એક બિલ્વ શિવઅર્પણમ્
બિલીપત્રમાં ૐ નમ: શિવાય લખીને મહાદેવજીને ચઢાવવાથી જીવનના તમામ જ દુ:ખ થાય છે દૂર
બિલીપત્રના ત્રણ પાનમાં મહાદેવજીના ત્રિનેસ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે
બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ.
બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે.
બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે:એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે.
જયાએ કહ્યું “દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે…” અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ “બિલ્વ” રાખ્યું. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે.
બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે.
ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે “શ્રીવૃક્ષ” તરીકે ઓળખાયું છે. બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે.
મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. આથી બીલી પત્રોનો મહિમા બહુ જ મોટો છે.
શ્રાવણ માં સામાન્ય રીતે મહાદેવને બિલ્વપત્ર ચઢાવવા નો વિશેષ મહિમા છે. મહાદેવજીને એક હજાર આકડા ના ફૂલ અને એક હજાર કરેણના ફૂલ ચઢાવવાં જેટલું જ ફળ માત્ર એક બિલ્વપત્ર ચઢાવવા થી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત હજારો વાજપેય યજ્ઞ અને હોમ તેમજ ક્ધયાદાન કર્યા નું ફળ શિવજીને માત્ર એક બિલ્વપત્ર ચઢાવવાથી મળે છે. બિલ્વપત્રના પાન ઉપર ચંદનથી ઓમ નમ: શિવાય લખીને મહાદેવજીને ચઢાવવાથી જીવનના બધા જ દુ:ખ દૂર થાય છે. આ ઉપરાંત બિલ્વના વૃક્ષના દર્શન કરવાથી પણ પાપોનો ક્ષય થતો હોવાનું , હિંદુ પુરાણો અનુસાર, એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ જ ગમે છે. તેમની બધી જ પુજા માં બિલ્વપત્ર ને ફરજિયાત માનવામાં આવે છે. આમ કરવા થી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો ની મનોકામના પૂરી કરે છે. પાપોનો ક્ષય થાય છે અને સુખ પ્રાપ્તિ થાય છે, બિલ્વપત્રને જળની ધારા સાથે અર્પણ કરવાથી તેનું પ્રભાવ વધી જાય છે. બિલ્વપત્ર વિશે કહેવામાં આવે છે કે, તેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવનું મસ્તિષ્ક ઠંડું રહે છે. જે બિલ્વપત્રમાં ત્રણ પાંદડો હોય તો તેને સર્વોત્તમ માનવામાં આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, બિલ્વપત્ર ખરાબ ન હોવું જોઇએ,
આ દિવસોએ બિલ્વપત્ર તોડવા નહીં :-
ચોથ, આઠમ, નોમ, ચોદસ, અમાસ અને સોમવારે બિલ્વપત્ર વૃક્ષમાંથી બિલ્વપત્ર તોડવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવી છે.
જાણો બિલ્વપત્ર મા શું છે :-
મહાદેવજીને આકડો, કરેણ, ગરમાળાનું ફૂલ, શમીનું પાંદડું, નિલમલ, પત્રો પણ ચઢાવી શકાય છે, પરંતુ બિલ્વપત્ર ચઢાવવાથી મહાદેવ જલ્દી પ્રસન્ન થતા હોવાનું મનાય છે.ત્રણ પાન મા સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે બિલ્વપત્ર ના ત્રણ પાન મા મહાદેવજીના ત્રિનેત્ર સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે. બિલ્વપત્રના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવરૂપ છે. સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ માટે ઘરમા બિલ્વના ફળની પૂજા કરવી જોઈએ. બિલ્વપત્રના વૃક્ષની જડમાં ગિરીજા, ડાળીમાં દર્શાવાયની અને પાંદડામાં મા પાર્વતી અને ફળમાં કાત્યાયનીનો વાસ છે.
સોમનાથ મહાદેવના સૂર્યદર્શનનો અદ્ભૂત શણગાર
સોમનાથ
પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના છઠ્ઠા દિવસે સૂર્યદર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો.થઅર્થવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણો સાથે પૃથ્વી ને અનુસરે છે. તેમનો રંગ લાલ છે. શાસ્ત્રોમાં ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને ભગ કહ્યા છે અને જેની પાસે આ છે તેને ભગવાન માનવામાં આવ્યો છે. આ કારણથી શ્રાવણ માસમાં પર્જન્ય નામના સૂર્યને સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનું અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ ધાર્મિક ગ્રંથોમાં પણ લખવામાં આવ્યું છે.ભગવાન સૂર્યને પંચ દેવો પૈકી એક માનવામાં આવે છે.થ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સૂર્યદર્શન શૃંગાર કરવામાં આવ્યું જેમાં ચંદન, ગુલાબ, ગલગોટા સહિતના પુષ્પના હાર–પાંખડીઓ ના 71 કિલો નો ઉપયોગ કરાયો હતો. સૂર્ય દર્શન શૃંગાર, સોમનાથ મહાદેવનું સાનિધ્ય મળી ત્રિવેણી સકાર સિદ્ધ કરી ધન્ય બન્યા હતા.