બે દિવસ નિયમિત છના બદલે 12 મહાઆરતી કરાશે
અબતક,જયેશ પરમાર, વેરાવળ
સોમનાથ મહાદેવ મંદિરે તા.1 માર્ચ મહાશિવરાત્રી પર્વ ભકિતભાવ અને ધામધૂમથી ઉજવાશે ભાવિકોનો પ્રવાહ અત્યારથી જ આવવો શરૂ થઈ ગયો છે.મહાશિવરાત્રીનાં દિવસે સોમનાથ મહાદેવનું દિવ્ય મંદિર સવારે 4 વાગ્યે દર્શનાર્થીઓ માટે ખુલશેજે સતત ખુલ્લું જ રહેશે અને તા.2 માર્ચના રોજ રાત્રીના દસ વાગ્યે બંધ થશે.સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ મહાપૂજા-શરગાર અને ઓન-લાઈન પૂજા દર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સામાન્ય રીતે મંદિરમાં સવારે સાત બપોરે 12 અને સંધ્યા સમયે સાંજના 7 વાગ્યે દૈનિક આરતી થાય છે. પરંતુ મહાશિવરાત્રીના ઉપલક્ષ્યમાં શિવરાત્રીએ રાત્રીના બાર વાગ્યે વિશેષ મહાપૂજા થશે અને રાત્રીનાં 9.30 વાગ્યે તથા 12.30 વાગ્યે અને ત્રીજા પ્રહારની સવારે 3.30 કલાકે અને ચોથા પ્રહરની સવારે 5.30 વાગ્યે ભગવાન ભોળાનાથની મહાપૂજા સાથે મહાઆરતી થશે.
આમ તા.1 અને માર્ચ સહિત છ ને બદલે કુલ દસ આરતીથી ભગવાન શિવઉપાસના કરાશે.
સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ અંગે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. શિવરાત્રીની પૂર્વ દિવસે ગુજરાતનાં રાજયપાલ તથા શિક્ષણમંત્રી તેમજ શિવરાત્રી પછીના દિવસે સુપ્રસિધ્ધ રામપારાયણ કથાકાર ભગવાન ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પધારશે. પ્રતિ વર્ષની જેમ સોમનાથ મહાશિવરાત્રીએ આવતા દર્શનાર્થીઓ માટે પાંચ જેટલા નિ:શુલ્ક ભોજન પ્રસાદ ભંડારા દાતાઓ તરફથી યોજાયેલ છે. જયારે સોમનાથ ટ્રસ્ટ ગુરૂદેવ ટ્રસ્ટ અને પૂ. ડોંગરેજી મહારાજનું અન્નક્ષેત્ર જે કાયમી ધોરણે નિ:શુલ્ક ભોજન ફરાળ પ્રસાદી આપતું રહે છે. તે ચાલુ જ રહેશે.સોમનાથ આવતા ભાવિકો સોમનાથ મંદિરની પ્રતિકૃત્રિ તથા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કટઆઉટ સાથેની પ્રતિકૃતિ સાથે સોમનાથ યાત્રાની સ્મૃતિરૂપે સેલ્ફી લઈ શકે તે માટે ટ્રસ્ટના પાર્કિંગ એરીયામાં બે મોબાઈલ સેલ્ફી પોઈન્ટ ગોઠવાયા છે.
મહાશિવરાત્રી પૂર્વે કોલેજનાં રાષ્ટ્રીય સેવાદળના સ્વયંસેવકો તા.22 માર્ચના રોજ સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમની સફાઈ સ્વચ્છતા કાર્યક્રમ પણ યોજાયેલ છે.મહાશિવરાત્રી કોરોનાના બે વર્ષના નિયંત્રણો રોગચાળા અને અનેકવિધ મુશ્કેલીઓને કારણે વારંવાર નિયમો બદલતા રહેતા હતા. પરંતુ આ વર્ષે કોરોના સંપૂર્ણ હળવો કે નાબુદ થતા અને લગ્નગાળાની તારીખો પૂર્ણ થતા તેમજ ગીરનાર મહાશિવરાત્રી મેળો ચાલુ રહેતા સાથોસાથ રેલવે બસ ખાનગી વાહન વ્યવહાર પૂર્વવત ધબકતા સોમનાથ દાદાને આંગણે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના ગગનભેદી નાદોથી ગૂંજી ઉઠશે અને ભાવભકિતથી ધજા રોહણો પણ કરાશે.સમગ્ર સ્ટાફ સહિત જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ.ર્અમ.પરમાર ઉમેદસિંહ જાડેજા સુરૂભા જાડેજા સહિત સૌ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.સામાન્ય રીતે ઠંડી ઋતુમાં આવતી આ શિવરાત્રી દિવસભર ઉનાળા જેવી ગરમી અને રાત્રે ઠંડી અનુભવાય છે.