મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન: ૯૦૦ લોકોએ ઉતારી આરતી
નવરાત્રી એટલે ગીત, સંગીત, નૃત્ય અને શકિત ઉપાસનાનો મહાપર્વ. શહેરીમાં નવરાત્રીની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે શનિવારે બાલભવન ખાતે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને બાલભવનના સભ્યો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૯૦૦ જેટલા દીકરા-દીકરીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કશ્યપ શુકલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ મહાઆરતીને સફળ બનાવવા માટે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને બાલભવનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સોનલબેન સાગઠીયા દ્વારા કરવામાં આવ્યુંં હતું.હેલીબેન ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ર્માં અંબાના પર્વમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને બાલભવનના સભ્ય દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૯૦૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો અને આ મહાઆરતીમાં કરતાલ, દીવા, ‚માલ, ઝાંઝર, મંજીરા, ઘંટ સહિતની અનેક આઈટમો પ્રસ્તુત કરવામાં આવી હતી અને ખાસ તો તેમાં એક તાલથી પંદર તાલીનો એક આહલાદ કર્યો હતો. ૯૦૦ બાળસભ્યો માં દુર્ગાની સુંદર રીતે આરાધના કરી હતી.આ નવ દિવસની આરાધનામાં બાળકો માંડવણીમાં ર્માં નવદુર્ગાના સ્વ‚પો રજુ કરશે અને ર્માં દુર્ગાનું નવરાત્રી પર્વ છે. દીકરીઓ જે ર્માંનું સ્વ‚પ છે. તે મહાઆરતીમાં પ્રદર્શન કરશે અને આ સુંદર મહાઆરતીનું દિગ્દર્શન કંઠણ ગ્રુપના સ્થાપક સોનલબેન સાગઠીયાએ કરેલ છે.