લીંબડી અજરામર સ્થાનકવાસી સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચન્દ્રજી સ્વામીના આજીવન ચરણોપાસક વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરજી સ્વામી કચ્છ મનફરા ખાતે ચાતુર્માસ બિરાજમાન છે. તેઓના સંયમજીવનના પ૦ વર્ષના ગોલ્ડન જયુબીલી નીમીતે દર મહીને મહામાંગલીકનું આયોજન થાય છે. તથા મંત્રપ્રભાવક રિઘ્ધિ સિઘ્ધી રજત કળશની બોલી બોલવામાં આવે છે જેની રકમ જૈન સંતોની વૈયાવઘ્ધ સેવા ભકિતમાં વપરાતી હોય છે. સળંગ ૪૦ મું અને અર્ધ શતાબ્દી સંગયોત્સવનું ૮મું મહામાંગલીક તા. ૧ર-૮ને રવિવારના મનફરા કચ્છ ખાતે ભવ્યાતાપૂર્વક યોજાઇ ગયું.
રિઘ્ધિ-સિઘ્ધિ રજત કળશનો લાભ ગામ ખારોઇ-કચ્છના હાલે મુંબઇ નિવાસી લીલાવતીબેન રમેશભાઇ છાડવાઅ ૭,૫૧,૦૦૦ ની બોલીમાં લાભ લીધો હતો.આગામી મહામાંગલીક તા. ૨ ઓગષ્ટ રવિવારે મનફરા શાંતિ નિેકતન ખાતે સવારના ૯ કલાકે ભાવિકોજનોને પધારવા અપીલ છે.