પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, નાયબ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ, ડીસીપી ઝોન.1 પ્રવીણ કુમાર મીણા અને ડીસીપી ઝોન 2 મનોહર સિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સંગઠન દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું: તલવાર રાસ લઈ કરી ઉજવણી
વિજયા દશમીનો દિવસ જે અસત્ય ઉપર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે દિવસે મોટા વિજયનો સંબંધ છે જેમાં માં દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્ય પર વિજય મેળવેલ તેમજ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો વધ કરી વિજય મેળવેલ હતો આમ આજ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવેલ છે જે દિવસે શકિત રૂપ શસ્ત્રોનુ પુજન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે.
વિજયાદશમીના પારાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઇએ તેમજ વિજયની પ્રથના કરવી જોઇએ જેથી શહેર પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2 અને શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નર ઓ તથા પોલીસ ઇન્સ્પેકટર ઓ દ્વારા પ્રજાના રક્ષણ માટે પોલીસ મુખ્યમથક ખાતે રહેલ 7.6ર એમ.એમ. ગલીલ સ્નાઇપર, 7.62 એમ.એમ. સ્નાઇપર રાઇફલ, 5.56 એમ.એમ. ઇન્સાફસ એલ.એમ.જી. રાઇફલ, 5.56 એમ.એમ. ઇન્સાસ રાઇફલ, 7.62 એમ.એમ. એમ.એમ. એ.કે. 47 રાઇફલ, .38 બોર રિવોલ્વર, 9 એમ.એમ. પિસ્તોલ ગ્લોક, ગેસગન, 7.6ર એમ.એમ. એસ.એલ.આર. રાઇફલ, 9 એમ.એમ. કાર્બાઇન મશીનગન, 9 એમ.એમ. ખઙ5અ5, બેનેટ નંબર-1 શસ્ત્રો, વાહનો, અશ્વ તથા ડોગ ની વીધિવત પુજા કરવામાં આવેલ તેમજ રાજકોટ શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તેવી પ્રાથના કરવામાં આવેલ હતી.
રાજકોટમાં વિજયા દશમી નિમિતે જુદા-જુદા સંગઠનો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવે છે. જેમાં રાજકોટ કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરી શહિદ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
માઁ આદ્યશક્તિના નવલા નોરતામાં મોડી રાત સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પ્રજાના જાનમાલનું રક્ષણ કર્યા બાદ આજે નવલા નોરતાની પૂર્ણાહૂતિ બાદ પોલીસ પરિવાર દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
વિજયા દશમી નિમિતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સાંસ્કૃતિક પારંપરીક રીતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સંગઠનના આગેવાનો ઉ5સ્થિત રહ્યાં હતાં. વિજયા દશમીના પવિત્ર પર્વ પર દેશની રક્ષા કરતા શહિદ જવાનોને પણ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
રાવણરૂપી દુષ્ટતાને સમાજથી દૂર કરવાનો પ્રયાસ : સીપી મનોજ અગ્રવાલ
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવેલ કે આજ દિવસે તમામ અસત્ય ઉપર સત્યનો વિજયનો દિવસ છે જેથી વિજયા દશમી ઉજવવામાં આવે છે દશ મુખ વાળા રાવણનો વધ આ દિવસે કરવામાં આવેલ આ દિવસે તમામ નવીન શસ્ત્ર, અશ્વ તથા વાહનોની પુજા કરેલ રામાયણ કાળમાં ભગવાન શ્રીરામ દ્વારા રાવણ જેવા અસત્યનો નાશ કરેલ તેમ આજની દુનીયામાં રાજકોટ શહેર પોલીસ દ્વારા શાંતી, સુરક્ષા અને સલામતી માટે તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃતિ, કાયદો વ્યવસ્થાને અશર કરતા પરીબળો, અસામાજીક પ્રવૃતિનો નાશ કરી શાંતી સલામતી જળવાય રહે તેમજ છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરને નવા વાહનો, અશ્વો તથા શસ્ત્રો મળવામાં છે તેમજ હાલના યુગમાં નવીન ટેકનોલોજીના ડ્રોન મળેલ છે તેમજ આધુનીક યુગના ટેકનોલોજીમાં એક શસ્ત્ર તરીકે ગણીએ તો વિવિધ એપ્લીકેશન ટેકનોલોજી વાપરીને ગુન્હાખોરી ડામવા પ્રયત્નશીલ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમામ અધિકારી કર્મચારીઓ મળી તમામ નવા શસ્ત્રો સાથે શહેરની સંપુર્ણ સલામતી અને શાંતી જાળવી રાખીએ