કોરોના વાયરસ સામેની લડતનાં ભાગ રૂપે તાલાલા પત્રકાર સંઘ દ્વારા તા.૧૨.૭ને રવિવારે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું છે.
તાલાલામાં હિરણ નદીનાં કાંઠે જશુભાઈ ધાનાભાઈ બારડ આહિર સમાજ ખાતે યોજાયેલા આ રકતદાન કેમ્પનો સણ રાઘવેન્દ્ર આશ્રમના સંત બિમલદાસબાપુ પ્રારંભ કરાવશે
આ કેમ્પમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ વગેરેનો અમલ કરાશે.
આ મહાયજ્ઞની વ્યવસ્થા સંભાળવા ભરતસિંહ ચૌહાણ કેતનભાઈ દેલળીયા લીલાધરભાઈ હરવાણી સહિતના યુવા સમિતિ રચાઈ છે. પત્રકાર સરદારસિંહહ ચૌહાણ, જીતેન્દ્રભાઈ માંડવીયાએ તાલાલા પંથકની જનતાને રકતદાન કરવા ઉમટીપ ડવા હાકલ કરાઈ છે.
કોરોના વાયરસ વૈશ્ર્વિક્મહામારીના સમયમાં ઘણા દિવસથી અને આવનારા ઘણા દિવસ સુધી લોકડાઉનની પરિસ્થિતિ છે. સિવીલ હોસ્પિટલ અમદાવાદમાં થેલેસેમીયા મેજર બાળકો ઈમરજન્સી ઓપરેશન દર્દીઓ તથા ગર્ભાવસ્થા અને પ્રસુતિ દરમ્યાન મહિલા દર્દીઓ માટે રકત મેળવવામાં ખૂજ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. ત્યારે તાલાલા તાલુકાના તમામ લોકોના સાથ સહકારથી બ્લડ બેંક સિવીલ હોસ્પિટલ અમદાવાદ વતી તાલાલા તાલુકા પત્રકાર સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
દાન તો ગીર પંથકના ખમીરવંતા લોકોના લોહીમાં જ છે. તો લોહીનું દાન કરી આપ લોહીની જરૂરીયાતમંદ દર્દીની જીંદગીને જીવનદાન આપવા અચુક માનવ સેવા મહાયજ્ઞમાં સહભાગી બનશો તેવી અપેક્ષશ છે તેમ પત્રકાર સંઘે જણાવ્યું છે.