ભૂકંપનું કેન્દ્રબિંદુ તનિમ્બર વિસ્તારમાં, અસર એટલી ભયાનક હતી કે ઓસ્ટ્રેલિયા પણ ધ્રુજી ઉઠ્યું
ઈન્ડોનેશિયામાં સોમવારે રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે ડાર્વિન સહિત ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગમાં તેનો અનુભવ થયો હતો. જોરદાર આંચકા બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં આના જેવા મજબૂત ધરતીકંપો વારંવાર આવે છે, જે ક્યારેક વિનાશક સુનામીને ઉત્તેજિત કરે છે. ઈન્ડોનેશિયામાં દર વર્ષે કુદરતી આફતોને કારણે હજારો લોકો જીવ ગુમાવે છે.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર એ જણાવ્યું કે ભૂકંપ ઈન્ડોનેશિયાના તનિમ્બર વિસ્તારમાં આવ્યો હતો. ઈએમએસસીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 97 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 3.17 કલાકે આવ્યો હતો. ભૂકંપ નાના એશિયાઈ દેશ પૂર્વ તિમોરની ઉત્તરપૂર્વમાં આવ્યો હતો અને તેનું કેન્દ્ર બંદા સમુદ્રમાં હતું. કેટલાક અહેવાલો અનુસાર, ડાર્વિનમાં ચાર મિનિટ સુધી આંચકા અનુભવાયા હતા.
ઓસ્ટ્રેલિયામાં સુનામીનો ખતરો નહિ
સત્તાવાળાઓએ હજુ સુધી ઓસ્ટ્રેલિયા માટે સુનામીની ચેતવણી જારી કરી નથી. સંયુક્ત ઓસ્ટ્રેલિયન સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ, ટાપુઓ અથવા પ્રદેશો પર સુનામીનો કોઈ ખતરો નથી. નુકસાન અંગે હજુ વધુ વિગતો જાણવાની બાકી છે. આના એક દિવસ પહેલા પ્રશાંત મહાસાગરમાં સ્થિત વનુઆતુ ટાપુઓ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 માપવામાં આવી હતી.
હજુ આફ્ટરશોક આવવાની ચેતવણી જારી
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરએ વધુમાં જણાવ્યું હતું કે આફ્ટરશોક્સ અત્યારે અને આગામી થોડા કલાકો કે દિવસોમાં આવી શકે છે. આથી લોકોને નુકસાનગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે,ઇએમએસસીએ ભૂકંપ પછી સુનામીના કોઈ ખતરાને નકારી કાઢ્યો છે. એમએસએમસીએ ટ્વીટ કર્યું, “આગામી કેટલાક કલાકો કે દિવસોમાં વધુ આફ્ટરશોક્સ શક્ય છે. જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય, તમારી પોતાની સુરક્ષા માટે, ક્ષતિગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો. સાવચેત રહો.