• 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ
  • અનેક ઇમારતો ધ્વસ્ત, વીજળી-ઇન્ટરનેટ બ્લેકઆઉટ

ઇન્ટરનેશનલ ન્યૂઝ : તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે 3 એપ્રિલ સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાઈવાનમાં 25 વર્ષમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે. અહેવાલ મુજબ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તાઈપેઈના ઘણા ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભૂકંપ બાદ તરત જ પાડોશી દેશ જાપાન એલર્ટ થઈ ગયું હતું અને સુનામીની ચેતવણી જાહેર કરી હતી. લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી દેવા પણ કહેવામાં આવ્યું છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે હજુ સુધી કોઈના મૃત્યુ કે ઈજા થવાના સમાચાર નથી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.